News of Monday, 12th May 2025
વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા
યુદ્ધવિરામની જાહેરાત બાદ વડાપ્રધાન મોદીની સશષા દળોને સૂચના

નવી દિલ્હી, તા.૧૨: ગઈકાલે વડાપ્રધાન મોદીએ ગઈ કાલે તેમના નિવાસસ્થાને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સેના દળના વડાઓ સાથે લાંબી મીટિંગ કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૪ દિવસના સંઘર્ષ બાદ શનિવારે યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પણ આ જાહેરાત પછીયે પાકિસ્તાને એનું ઉલ્લંઘન કરતાં વડાપ્રધાન મોદીએ સશષા દળોને સૂચના આપી હતી કે ‘વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા'. વડાપ્રધાને કોઈ પણ ઉશ્કેરણી સામે મજબૂત જવાબ આપવા પર ભાર મૂકયો હતો.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને લક્ષ્ય બનાવતું ભારતનું ‘ઑપરેશન સિંદૂર' હજી પણ ચાલુ છે.
ગઈ કાલે વડા પ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરની સુરક્ષાપ્રબેઠક બોલાવી હતી. એમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ; નૅશનલ સિકયૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ; સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ અને ચીફ ઑફ આર્મી સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સશષા દળોને આ સૂચના આપવામાં આવી હતી.(૨૩.૧૦)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
