News of Monday, 12th May 2025
અમેરિકા-ચીન ‘‘ભાઈ-ભાઈ'': ટ્રેડવોર સમાપ્ત : ટેરિફ ડિલ
અમેરિકા અને ચીને જીનીવામાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં ડિલ નક્કી કરીઃ અમેરિકા ચીની વસ્તુઓ પર ટેરિફ ઘટાડી ૩૦% કરશેઃ ચીન ૯૦ દિવસ માટે લગાવશે ૧૦% કર : બંને દેશ આવતા ૯૦ દિવસ સુધી એકબીજા પર લગાવેલા રેસિપ્રોકલ ટેરિફને ૧૧૫ ટકા ઘટાડશેઃ અમેરિકાએ ૧૪૫ ટમા ટેક્ષ ઝીંક્યો હતો જે ૯૦દિ' માટે ઘટીને ૩૦% થઈ જશેઃ ચીને ૧૨૫% ટેરિફ લગાવ્યો હતો જે ઘટીને ૧૦% થઈ જશે

વોશીંગ્ટન,તા.૧૨: અમેરિકા અને ચીન આખરે વેપાર યુદ્ધ ઘટાડવા માટે એક કરાર પર પહોંચ્યા છે. વોશિંગ્ટન અને બેઇજિંગ બંને પારસ્પરિક ટેરિફ ઘટાડવાના કરાર પર સંમત થયા છે. બંને દેશો આગામી ૯૦ દિવસ માટે એકબીજા પર લાદવામાં આવતા પારસ્પરિક ટેરિફમાં ૧૧૫% ઘટાડો કરશે. અમેરિકા અત્યાર સુધી ચીનથી આવતા માલ પર ૧૪૫% ટેરિફ લાદતું હતું, તેથી હવે તે ૯૦ દિવસ માટે ઘટાડીને ૩૦% કરવામાં આવશે. તે જ સમયે, ચીને અમેરિકન માલ પર ૧૨૫% ટેરિફ લાદ્યો હતો, જે ઘટાડીને માત્ર ૧૦% કરવામાં આવશે
જીનીવામાં ચીની અધિકારીઓ સાથેની વાતચીત બાદ, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મીડિયાને જણાવ્યું હતું કે બંને દેશો ૯૦ દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા માટે સંમત થયા છે અને પારસ્પરિક ટેરિફમાં ૧૧૫ ટકાનો ઘટાડો કરવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે ચીની બજાર અમેરિકન માલ માટે વધુ ખુલ્લું બને, બેસન્ટે કહ્યું.
આ જાહેરાત ગયા સપ્તાહના અંતે સ્વિટ્ઝલેન્ડના જીનીવામાં ચીન અને અમેરિકા વચ્ચે થયેલી વેપાર વાટાઘાટો બાદ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આવતા ચીની માલ પર ભારે ટેરિફ લાદીને વેપાર યુદ્ધ શરૂ કર્યા પછી બંને દેશો વચ્ચે આ પહેલી મુલાકાત હતી.
ચીન અને અમેરિકા વચ્ચે કયો કરાર થયો છે?
આ સોદા પછી, એક સંયુક્ત નિવેદનમાં પુષ્ટિ આપવામાં આવી હતી કે ટેરિફમાં આ ૯૦ દિવસનો ઘટાડો ૧૪ મેથી શરૂ થશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બંને દેશો આર્થિક અને વેપાર સંબંધો પર ચર્ચા ચાલુ રાખવા માટે એક પદ્ધતિ સ્થાપિત કરશે. સ્કોટ બેસન્ટ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે નાયબ વડા પ્રધાન હી લાઇફેંગ ચીન સરકારનું પ્રતિનિધિત્વ કરશે. બંને દેશો વચ્ચે વધુ વાટાઘાટો અમેરિકા, ચીન અથવા કોઈપણ સંમત તળતીય પક્ષ દેશમાં થઈ શકે છે.(૪૦.૨૩)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
