<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૬૪:‘‘ છીંકની શરૂઆતમાં, ભયમાં ચિંતામાં, ખાઇ ખાડાના કિનારા ઉપર, યુધ્‍ધમાંથી નાસવા ઉપર, અત્‍યંત કુતુહલમાં, ભુખની શરૂઆતમાં અને ભુખના અંતમાં સતત બોધ રાખો.''

આ વિધિ જોવામાં બહુ સરળ માલુમ  પડે છે. છીંકના આરંભમાં  ભયમાં ચિંતામાં ભુખના પહેલા કે ભુખના અંતમાં સતત બોધ રાખો. ઘણી વાતો સમજવા જેવી છે. છીંકવા જેવું સરળ કૃત્‍ય પણ ઉપાયની જેમ કામમાં લાવી શકાય છે કારણ કે તે ગમે તેટલા સરળ દેખાય પરંતુ હકિકતમાં તેઓ ઘણા જટીલ છે અને જે આંતરિક  વ્‍યવસ્‍થા  છે તે બહુ નાજુક વસ્‍તુ છે તમને જયારે પણ લાગે છે કે છીંક આવી રહી છે ત્‍યારે સજાગ થઇ જાઓ. સંભવ છે કે સજાગ થઇ જતા છીંક ના આવે, જતી રહે કારણ એ છે કે છીંક અનૈચ્‍છિક વસ્‍તુ છે. અચેતન, ગેરસ્‍વૈચ્‍છિક  તમે સ્‍વેચ્‍છાથી, ઇચ્‍છીને છીંકી ના શકો,તમે જબરજસ્‍તી છીંકી શકતા નથી. ચાહીને કેવી રીતે છીંકી શકો? માનવી કેટલો  અસહાયછે! તમે ઇચ્‍છીને છીંકી પણ શકતા નથી. તમે ગમે તેટલી ચેષ્‍ટા કરો તો પણ તમે છીંક લાવી શકો નહી. એક મામુલી જેવી છીંક પણ તમે ઇચ્‍છીનુ પેદા કરી શકતા નથી. એ ગેર-સ્‍વૈસ્‍ચ્‍છિક છે, સ્‍વેચ્‍છાની જરૂરત નથી. એ તમારા મનના કારણે થતી નથી. એ તમારા આખા સંસ્‍થાનથી, આખા શરીરથી ઘટે છે. અને બીજી વાત કે જયારે તમે છીંકના આવતા પહેલા સજાગ થઇ જાઓ છો તો તમે એને લાવી શકતા નથી. પરંતુ તે જયારે પોતાની મેળે આવી રહી હોય અને તમે સજાગ થઇ જાઓ છો તો સંભવ છે કે ના આવે કારણ કે તમે એની પ્રક્રિયામાં કોઇ નવી વસ્‍તુ જોડી રહ્યા છો. સજગતા જોડી રહ્યા છો. તે ખોવાઇ જાય છે. પરંતુ જયારે છીંક ખોવાય જાય છે અને તમે સાવચેત રહો છો તો એક ત્રીજી વાત ઘટે છે.

 પહેલી તો એ વાત કે છીંક  ગેર-સ્‍વૈચ્‍છિક છે. તમે એમાં એક નવી વસ્‍તુ જોડો છો. સજાગતા જોડો છો અને જયારે સજગતા આવે છે તો સંભવ છે કે છીંક ના આવે જો તમે ખરેખરા સજાગ હશો તો તે નહી આવે. કદાચ છીંક એકદમ ખોવાઇ જાય ત્‍યારે ત્રીજી વાત બને છે. જે ઉર્જા છીંક વાટે નીકળવાની હતી તે હવે કયાં જશે? એ ઊર્જા  તમારી સજગતામાં જોડાઇ જાય છે. અચાનક વિજળીની જેમ ચમકે છે અને તમે વધુ સાવચેત થઇ જાવ છો. જે ઊર્જા છીંક બનીને બહાર નીકળવાની હતી તે ઊર્જા તમારી સજગતા સાથે જોડાઇ જાય છે અને તમે અચાનક વધુ સાવચેત થઇ જાવ છો. વિજળીના એ ચમકારામાં બુધ્‍ધત્‍વ પણ સંભવ છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:23 AM IST)