<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

શેરબજારમાં દિવાળીઃ સેન્‍સેકસ-નીફટીનો હાઇ જમ્‍પ સેન્‍સેકસ ૨૮૭૩ તો નીફટી ૮૯૦ પોઇન્‍ટ અપ

ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુધ્‍ધવિરામ અને અમેરિકા-ચીન વચ્‍ચે ‘‘ટ્રેડ વોર'' સમાપ્ત થતા શેરબજાર રોકેટગતિએ ઉછળ્‍યું : એપ્રિલ-૨૦૨૧ પછી સૌથી મોટો ઉછાળોઃ રોકાણકારોની સંપત્તિમાં ૧૩-૧૪ લાખ કરોડનો વધારોઃ બજારના ઉછાળાથી ઇન્‍વેસ્‍ટરોનાં ચહેરા મલ્‍કી ઉઠયા

 

 

મુંબઇ તા.૧૨: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુધ્‍ધ વિરામ અને અમેરિકા ચીન વચ્‍ચે ‘‘ટ્રેડ વોર'' સમાપ્ત થવાના અહેવાલોને કારણે આજે શેરબજારમાં તડાફડી બોલી ગઇ છે અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે.સેન્‍સેકસ-નીફટીએ હાઇજમ્‍પ લગાવતા ઇન્‍વેસ્‍ટરોના ચહેરા ઉપર ખુશી છવાઇ ગઇ છે. બંને સૂચકાંકમાં એપ્રિલ-૨૦૨૧ પછીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્‍યો છે. આ લખાય છે ત્‍યારે ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૨૬૯૮ પોઇન્‍ટ વધીને ૮૨૧૫૨ તો નીફટી ૮૩૪ પોઇન્‍ટ વધીને ૨૪૮૪૨ ગ્રીન ઝોનમાં છે. HDFC , રિલાયન્‍સ, અને ICICI બેંક જેવા દિગ્‍ગજ શેર્સ ઉછળ્‍યા છે

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામની ઉજવણી શેરબજારમાં થઈ રહી છે. સેન્‍સેક્‍સ ૨૭૦૦ થી વધુ પોઈન્‍ટના બમ્‍પર ઉછાળા સાથે ૮૨૧૦૦ ના સ્‍તરને પાર કરી ગયો છે. આજે તે દિવસના ઉચ્‍ચતમ સ્‍તર ૮૨૧૬૨ ને સ્‍પર્શ્‍યો. હાલમાં તે ૨૭૦૪.૬૧ પોઈન્‍ટ અથવા ૩.૪૦ ટકાના વધારા સાથે ૮૨,૧૫૯.૦૮ પર છે. નિફ્‌ટી પણ ૮૪૦.૧૦ (૩.૫%) પોઈન્‍ટના બમ્‍પર ઉછાળા સાથે ૨૪,૮૪૮.૧૦ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામની જાહેરાત પછી, આજે ૧૨ મેના રોજ, સેન્‍સેક્‍સ લગભગ ૨૬૫૦ પોઈન્‍ટ (૩.૩૫%) વધીને ૮૨,૧૦૦ ના સ્‍તરે ટ્રેડ કરી રહ્યો છે. આ વર્ષનો સેન્‍સેક્‍સનો સૌથી મોટો ઉછાળો છે. અગાઉ, ૧૫ એપ્રિલના રોજ સેન્‍સેક્‍સ ૧,૫૭૭ પોઈન્‍ટ અથવા ૨.૧૦%વધ્‍યો હતો.

આ સાથે રોકાણકારોને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૧૩.૪૩ લાખ કરોડની કમાણી થઈ છે. બીએસઈ માર્કેટ કેપ ૪૧૬.૪ લાખ કરોડ સામે વધી આજે ૪૨૯.૮૩ લાખ કરોડ થયુ છે.

સેન્‍સેક્‍સ પેકના ૨૮ શેર  ૫ ટકા સુધી ઉછળ્‍યા

સેન્‍સેક્‍સ પેકમાં સામેલ ૩૦ પૈકી ૨૮ શેર આજે ૫ ટકા સુધી ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. જ્‍યારે ઈન્‍ડસઈન્‍ડ બેન્‍ક ૨.૪૩ ટકા અને સન ફાર્મા ૩.૩૫ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. એચડીએફસી બેન્‍ક, આઈસીઆઈસીઆઈ બેન્‍ક, રિલાયન્‍સ, ઈન્‍ફોસિસના શેર્સમાં વોલ્‍યૂમ વધ્‍યા હતા.

આઈટી, પાવર, રિયાલ્‍ટી શેર્સ બુમ

વૈશ્વિક અને સ્‍થાનિક સકારાત્‍મક સંકેતોના કારણે આજે આઈટી, પાવર, અને રિયાલ્‍ટી શેર્સમાં બુમ ખરીદી જોવા મળી હતી. ઈન્‍ડેક્‍સ ૪ ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. ટેકનોલોજી, મેટલ, બેન્‍કેક્‍સ, ફાઈનાન્‍સિયલ્‍સ શેર્સમાં ખરીદી વધી હતી.

ધૂમ તેજીના પહેલા જ સંકેત મળી ગયા હતા

ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્‍ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્‍સિસ બેન્‍ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્‍સ, એનટીપસી, ટાટા સ્‍ટીલ, રિલાયન્‍સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી.

શુક્રવારનો કડાકો ભૂલાયો!

ઉલ્લેખનીય છે કે શેરબજારમાં ગત શુક્રવારે ૧૩૦૦થી વધુ પોઈન્‍ટનો કડાકો સહન કર્યો હતો જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જોકે શુક્રવારે જ દિવસ દરમિયાન ટ્રેડિંગમાં સેન્‍સેક્‍સમાં રિકવરી આવતા છેલ્લું ક્‍લોઝિંગ ૮૮૦ પોઈન્‍ટનું રહ્યું હતું. જોકે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે સીઝફાયરના અહેવાલ આવી જતાં આજે સોમવારે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ દેખાયો.

સેન્‍સેક્‍સના ૩૦ માંથી ૨૯ શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી પોર્ટ્‍સ, બજાજ ફાઇનાન્‍સ, એક્‍સિસ બેંક સહિત ૧૭ શેરોમાં ૪.૫% સુધીનો ઉછાળો જોવા મળ્‍યો છે. જ્‍યારે એકલા સન ફાર્માના શેરમાં ૫.૫%નો ઘટાડો થયો છે.

નિફ્‌ટીમાં પણ લગભગ ૮૨૦ પોઈન્‍ટ (૩.૫%)નો વધારો થયો છે. તે ૨૪,૮૩૦ ના સ્‍તરે છે. બીજી તરફ, NSE ના નિફ્‌ટી રિયલ્‍ટી ઇન્‍ડેક્‍સમાં ૪.૭૧%, મેટલમાં ૩.૪૦%, સરકારી બેંકમાં ૨.૮૮%, ખાનગી બેંકમાં ૨.૮૪%, ITમાં ૨.૩૯% અને ઓટોમાં ૨.૩૩%નો વધારો થયો છે.

મિડ-સ્‍મોલ કેપ ઇન્‍ડેક્‍સ લગભગ ૪%વધ્‍યો

NSE ઇન્‍ટરનેશનલ એક્‍સચેન્‍જ પર ટ્રેડ થતો નિફ્‌ટી ૩.૧૦% વધીને ૨૪,૮૦૦ પર બંધ રહ્યો હતો.

બીએસઈ સ્‍મોલ-કેપ ઇન્‍ડેક્‍સ ૧,૬૮૦ પોઈન્‍ટ (૩.૬૦%) વધીને ૪૮,૪૨૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મિડ-કેપ ઇન્‍ડેક્‍સ ૧,૧૭૦ પોઈન્‍ટ (૨.૮૦%) વધીને ૪૩,૨૮૦ ના સ્‍તરે પહોંચ્‍યો છે.

શેરબજારમાં આજે થયેલા વધારા માટે ૫ કારણો

યુદ્ધવિરામ બાદ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ ઓછો થયો છે. રોકાણકારો આ બાબતને લગતા તમામ વિકાસ પર નજર રાખશે.

એપ્રિલ મહિનાના છૂટક ફુગાવાના આંકડા ૧૩ મેના રોજ જાહેર કરવામાં આવશે. એપ્રિલમાં ફુગાવો ૩%થી નીચે રહેવાની ધારણા છે.

MRF, PNB બેંક, હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ, અદાણી પોર્ટ્‍સ અને અદાણી એન્‍ટરપ્રાઇઝ સહિત ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા.

ગયા અઠવાડિયે, વિદેશી સંસ્‍થાકીય રોકાણકારો (FII) એ ખરીદીનો દોર ચાલુ રાખ્‍યો અને આ સેગમેન્‍ટમાં લગભગ રૂ. ૫,૦૮૭ કરોડની ખરીદી કરી.

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્‍ચે મુક્‍ત-વેપાર કરાર પર વાટાઘાટોનો ૧૧મો રાઉન્‍ડ આજથી શરૂ થઈ રહ્યો છે. આશા છે કે આ સોદો સફળ થશે.(૩૮.૩૦)

(2:58 PM IST)