News of Monday, 12th May 2025
નવા ફેરફારો સાથે કંપનીઓ માટેનું ઈન્કમટેક્સ રિટર્ન ફોર્મ-૬ જાહેર થયું
પારદર્શિતા વધારવા, બહેતર અનુપાલન અને મોનિટરિંગ થશે કંપનીઓએ PAN, CIN અને કોર્પોરેશનની તારીખ જેવી માહિતી આપવી પડશે

મુંબઇ તા.૧૨: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા ગત બુધવારે ઘરેલું અને વિદેશી કંપનીઓ માટેનું સુધારેલું આઇટીઆર ફોર્મ ર બહાર પાડયું છે. આ ફોર્મ ૧ એપ્રિલ ૨૦૨૫થી લાગુ પાડવામાં આવ્યું છે. આકારણી વર્ષ ૨૦૨૫-૨૬ માટે કંપનીઓના આઇટીઆરને ગેઝેટ દ્વારા જાહેર કરાયું છે. આ ફોર્મ ઈન્કમટેક્સના અધિનિયમ ૧૯૬૧ની કલમ ૧૧ મુજબ ડિડકશન - છૂટના દાવો કરનારી કંપનીઓ ઉપરાંત અન્ય કંપનીઓને પણ લાગુ પડશે.આ સુધારાઓ ઈન્કમટેક્સ અધિનિયમની ૬ કલમ ૧૩૯ની સાથે કલમ ૨૯૫ મુજબ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ઈન્કમટેક્સ (૧૬મો સુધારો) નિયમ ૨૦૨૫ દ્વારા રજૂ કરાયું છે.
આઇટીઆર ફોર્મમાં સુધારાઓનો ૧ હેતુ પારદર્શિતાને વધારવા અને હાલના ૧ રેગ્યુલેટરી અને રિર્પોટિંગ સ્ટાન્ડર્ડ ૧ મુજબ બનાવીને વધુ સારું અનુપાલન ૧ અને મોનિટરિંગની સુવિધા આપવાનો છે. આ ફોર્મમાં જે મહત્વના ફેરફાર કરાયા છે તેમાં કેપિટલ ગેઈનના વિભાજનને લઇને પહેલો સુધારો કરાયો છે. જે મુજબ હવે ૨૩-૭-૨૦૨૪ની પહેલા અને પછીના કેપિટલ ગેઇનને અલગ - અલગ કરાયા છે. આ માટે આઈટી નિયમ ૧૯૬૨ની અનુસૂચિ -૨માં આપેલા આઇટીઆર ફોર્મ ૬ના રૂપને સંપૂર્ણ રીતે બદલવામાં આવ્યું છે.
આ ફોર્મમાં ત્રુટિઓ ઓછી રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોર્પોરેટ ટ્રેસેબિલીટીનું સ્તર પણ વધશે. ભવિષ્યમાં આકારણીને પણ સુવ્યવસ્થિત કરવામાં સહાયતા મળશે. કુશળ તપાસ માટે વ્યવસાય સંચાલનના એક વ્યાપક સ્નેપશોટ બનાવવા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.
નવા ફોર્મમાં કઇ બાબતો મહત્વની
મોટા ફેરફારમાં શેર બાયબેકના કારણે થયેલા કેપિટલ લોસને મંજૂરીનો પણ છે. જે મુજબ જો કોઇ શેર સંબંધિત ગેઇન આવકને અન્યષાોતોથી આવક ના રૂપમાં બતાવવામાં આવે. તો શેર બાયબેકના કારણે થયેલી કેપિટલ લોસને આઇટીઆરમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે આ લોસ ૧ -૧૦- ૨૦૨૪ પછીનું હોવું જોઇએ. નવા ફોર્મમાં કંપનીઓને કેટલીક સ્પષ્ટતાઓ કરવા પણ જણાવાયું છે, તેમાં PAN, CIN અને કોર્પોરેશનની તારીખ જેવી પણ માહિતી આપવી પડશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કંપની ઘરેલું એટલે ભારતીય છેકે, વિદેશી છે તે પણ સ્પષ્ટ કરવું પડશે. આ ઉપરાંત કંપનીએ અગાઉ તેનું નામ બદલ્યું છે કે નહિ ? તેની પણ માહિતી આપવી પડશે. કંપનીઓના કારોબાર શરૂ કરવાની તારીખ બતાવવી પડશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું, સંપર્કની માહિતી અને ઇમેઇલ આઇડીની માહિતી પણ આપવી પડશે. કલમ ૪૪બીબીસીમાં વ્યવસાયને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે તેનો સંદર્ભ પણ જોડવામાં આવ્યો છે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
