News of Monday, 12th May 2025
ભીવંડીના વાડપેમાં રિચલેન્ડ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ ભભૂકી : 15 જેટલા ગોદામો બળીને ખાખ
ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને મામલાની તપાસ કરી.

મહારાષ્ટ્રના ભિવંડીમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. થાણે જિલ્લાના એક ગામમાં સોમવારે સવારે આ આગ લાગી હતી. આગમાં ઓછામાં ઓછા 15 ગોદામો બળીને ખાખ થઈ ગયા હતા, જેમાંથી કેટલાકમાં પેટ્રોલિયમ ઉત્પાદનો હતા. આ બાબતની માહિતી મળતા જ ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને મામલાની તપાસ કરી.
નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર મહેશ પાટીલે જણાવ્યું હતું કે ભિવંડીના વાડપે ગામમાં વહેલી સવારે 3 વાગ્યે આગ લાગી હતી. ભીવંડીના વાડપે વિસ્તારમાં રિચલેન્ડ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી. ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે, અને આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલિંગ ઓપરેશન ચાલુ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ એક ગોદામમાં શરૂ થઈ અને બીજા ગોદામોમાં ફેલાઈ ગઈ. અધિકારીએ જણાવ્યું હતું કે ગોદામોમાં પેટ્રોલિયમ અને આરોગ્ય ઉત્પાદનો, સૌંદર્ય પ્રસાધનો અને કપડાં સહિત અન્ય વસ્તુઓ હતી.
આ મામલે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલિયમ ઉત્પાદનો સળગાવવાને કારણે આગની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી અને દુર્ગંધ આવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદનોની હાજરીથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
