<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

સોનામાં ર૩૦૦-ચાંદીમાં ૧૯૦૦ રૂા.નો કડાકો

સોનું ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૯૬,૩૦૦ અને ચાંદીના ભાવ ૯૬,૬૦૦ રૂા. થયા : અમેરીકાએ ચીનના ટેરીફ દર ઘટાડતા ભાવો તૂટયા

 

રાજકોટ, તા., ૧ર : નવા સપ્તાહના પ્રારંભે  આજે સોનામાં ર૩૦૦ રૂા. અને ચાંદીમાં ૧૯૦૦ રૂા.નો કડાકો થયો હતો. અમેરીકાએ ચીનના ટેરીફ દર ઘટાડતા બંને કિંમતી ધાતુઓના ભાવો ઘટયા છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં બજારો ખુલતાની સાથે જ ર૩૦૦ રૂા. ઘટી ગયા હતા. શનિવારે  સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૮,૬૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૯૬,૩૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૩,૦૦૦ નો તોતીંગ કડાકો થયો છે.  સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૯,૮૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯,૬૩,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ ભાવો તુટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૧૯૦૦ રૂા.નું ગાબડુ પડયું હતું. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૮,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૯૬,૬૦૦ રૂા. થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરીકાએ લાદેલા તોતીંગ ટેરીફ દરને પગલે સોના અને ચાંદીના ભાવે ૧ લાખની સપાટી વટાવી દીધી હતી. સોનાના ભાવ ૧ લાખની સપાટી ગુમાવી ફરી વાર ૧ લાખની સપાટી સ્‍પર્શ કરી હતી. જો કે બાદમાં અમેરીકાએ ચીન ઉપર ટેરીફ દર ઘટાડતા સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો થઇ રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

અમેરિકા દ્વારા ચીનનો ટેરીફ દર ઘટાડાતા  સોનાના ભાવો ઘટયાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.  (૪.૨૫)

(2:40 PM IST)