News of Monday, 12th May 2025
ગુજરાતના ૭ સહિત દેશના ૩૨ એરપોર્ટ ફરી કાર્યરત
યુધ્ધવિરામ થતા જ ભારતીય એરસ્પેસ ખુલ્યુ

નવી દિલ્હી, તા.૧૨: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને કારણે બંધ કરાયેલા દેશના ૩૨ એરપોર્ટ ફરી એકવાર નાગરિક ઉડાન માટે ખોલવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી. AII એ તાત્કાલિક અસરથી આ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવાની ઔપચારિક જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલાને કારણે, શ્રીનગર અને અમળતસર જેવા મુખ્ય એરપોર્ટ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં સ્થિત ૩૨ એરપોર્ટ પરથી નાગરિક ઉડાનોનું સંચાલન ૯ મે થી ૧૫ મે સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય ઉડ્ડયન સત્તાવાળાઓએ NOTAM (એરમેનને નોટિસ) જારી કરીને આ એરપોર્ટને કામચલાઉ બંધ કરવાની માહિતી આપી હતી. હવે પરિસ્થિતિમાં સુધારાના સંકેતો મળ્યા પછી, આ એરપોર્ટને તબક્કાવાર ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની સૂચના અનુસાર, બંધ કરાયેલા તમામ ૩૨ એરપોર્ટ પર ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. આ એરપોર્ટમાં ઉધમપુર, અંબાલા, અમળતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જમ્મુ અને જેસલમેર, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલુ મનાલી (ભુંતર) અને લેહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ (હીરાસર), સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈમાં પણ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
