News of Monday, 12th May 2025
ભારતીયોની સુરક્ષા માટે આકાશમાં ૧૦ ઉપગ્રહો ૨૪ કલાક દેખરેખ રાખે છે : ઇસરો ચીફ
ભારત ૨૦૪૦ સુધીમાં પોતાનું અવકાશ મથક સ્થાપિત કરશે અને સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા પહેલા દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનશે

ઇમ્ફાલ, તા.૧૨: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ૧૦ ઉપગ્રહો ૨૪ કલાક સતત દેખરેખ રાખી રહ્યા છે. રવિવારે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારત એક જીવંત અવકાશ શક્તિૅ બની રહ્યું છે અને દેશનું પ્રથમ અવકાશ સ્ટેશન ૨૦૪૦ સુધીમાં સ્થાપિત થઈ જશે.
ISROના વડાએ કહ્યું, આજે ભારતમાંથી ૩૪ દેશોના ૪૩૩ ઉપગ્રહો અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. મને જણાવતા આનંદ થાય છે કે આજે દેશના નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના વ્યૂહાત્મક હેતુ માટે ૧૦ ઉપગ્રહો ૨૪ કલાક સતત કાર્યરત છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવની પળષ્ઠભૂમિમાં તેમની ટિપ્પણી આવી છે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવાના ઉદ્દેશ્ય સાથે દેશે ૭ મેના રોજ સવારે ‘ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું.
ડૉ. નારાયણને કહ્યું, જો આપણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવી હોય, તો આપણે ઉપગ્રહોનો ઉપયોગ કરવો પડશે. આપણે આપણા ૭,૦૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠાનું નિરીક્ષણ કરવું પડશે. આપણે સમગ્ર ઉત્તર ભારતને સતત દેખરેખ હેઠળ રાખવું પડશે. ઉપગ્રહ અને ડ્રોન ટેકનોલોજી વિના આ કાર્ય શકય નથી.
તેમણે કહ્યું કે ઇસરો G20 દેશો માટે એક ખાસ ઉપગ્રહ વિકસાવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય આબોહવા, વાયુ પ્રદૂષણ અને હવામાનનું નિરીક્ષણ કરવાનો છે.(૨૩.૨૮)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
