News of Monday, 12th May 2025
ઉરીના ૬ ગામોમાં નાગરિકોને ઘરે પરત ફરવાની મંજૂરી: વણફૂટેલા બોમ્બનો ખતરો યથાવત

જમ્મુ: યુદ્ધવિરામ બાદ ભારતીય સેના અને પોલીસના બોમ્બ નિકાલ દળોએ ઝડપી કાર્યવાહી કરીને ઉરી સેક્ટરના ૬ ગામોમાં પાકિસ્તાની સેનાએ દાગેલા ૭ અનફૂટેલા બોમ્બને નિષ્ક્રિય કર્યા. બારામુલ્લા જિલ્લા વહીવટે કમલકોટ, મધાન, ગૌહલાન, સલામાબાદ (બિઝહામા), ગંગરહિલ અને ગવાલ્ટા ગામોના નાગરિકોને ઘરે પરત ફરવાની મંજૂરી આપી. જોકે, ૧૧ અન્ય ગામોમાં હજુ સેંકડો વણફૂટેલા બોમ્બ ખતરો બની રહ્યા છે, જેના કારણે પોલીસે નાગરિકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે.
બારામુલ્લા પોલીસે જાહેર સુરક્ષા ચેતવણી જારી કરી, જેમાં અનફૂટેલા બોમ્બથી જાન-માલના નુકસાનના જોખમનો ઉલ્લેખ છે. ૧૭ સ્થળોએથી ૨૦ અનફૂટેલા બોમ્બની જાણકારી મળી હતી, અને નાગરિકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુને સ્પર્શ ન કરવા અને તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું. ૨૦૨૩માં એલઓસી પાસે અનફૂટેલા બોમ્બના વિસ્ફોટથી ૪૧ લોકોનાં મોત થયા હતા, જે આ ખતરાની ગંભીરતા દર્શાવે છે. સેના અને સુરક્ષા દળોએ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ જાળવી રાખ્યું છે, અને રાત્રે ઉરી, કુપવાડા, પુંછ, રાજૌરી, જમ્મુ, સાંબા, કઠુઆ અને બાંદીપોરામાં કોઈ ગોળીબાર કે ડ્રોન ઘૂસપૈઠના અહેવાલ નથી.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
