<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

વિરાટ કોહલીએ 1970માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિસ વખતે બે ઓસ્ટ્રેલિયન બોલર્સે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનને ધ્વસ્ત કરી નાખી હતી, જો તમે તમામ લેયર્સ ક્રોસ કરી લો તો પણ એક ગ્રીડ સિસ્ટમનું લેયર તમને હિટ કરશે : ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ

અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા.

નવી દિલ્હી તા.૧૨ :  ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ ઓપેરેશન સિંદૂર પર પ્રેસ બ્રીફિંગમાં ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ વિરાટ કોહલીનો ઉલ્લેખ કર્યો હતો. રાજીવ ઘઈએ કહ્યું કે આપણા એરફિલ્ડ અને લોજિસ્ટીક્સને ભેદવા અઘરા છે.

તેમણે કહ્યું કે મેં જોયું કે વિરાટ કોહલીએ હજુ હમણાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલી મારો ફેવરિટ ક્રિકેટર છે. 1970માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિસ વખતે બે ઓસ્ટ્રેલિયન બોલર્સે ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનને ધ્વસ્ત કરી નાખી હતી અને પછી ઓસ્ટ્રેલિયાએ એક કહેવત આપી કે એશિસથી એશિસ (ધૂળ ચટાડવી), જો તમે લેયર્સ જુઓ તો તમને સમજણ પડશે કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તમે તમામ લેયર્સ ક્રોસ કરી લો તો પણ એક ગ્રીડ સિસ્ટમનું લેયર તમને હિટ કરશે.

એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા. આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેને ભેદવી નામુમકીન છે.. પાકિસ્તાનની ચાઇના મેડ મિસાઇલને અમે તોડી પાડી હતી, અને પાકિસ્તાનના ડ્રોન પણ તોડી પાડ્યા હતા. આપણી એર ડિફેન્સ સિસ્ટમ એક દિવાલની જેમ ઉભી હતી.

(4:44 PM IST)