News of Monday, 12th May 2025
આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેને ભેદવી નામુમકીન,પાકિસ્તાનની ચાઇના મેડ મિસાઇલ અને પાકિસ્તાનના ડ્રોન પણ તોડી પાડ્યા : ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો
આતંકવાદીઓએ હવે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનો ટ્રેન્ડ અપનાવ્યો છે. જેને નાથવા માટે ભારતીય સેના કટિબદ્ધ : પાકિસ્તાન પાસે કોઇ મોકો નહોતો કે પાકિસ્તાન આપણી આ સુરક્ષા પ્રણાલીને ભેદી શકે

નવી દિલ્હી તા.૧૨ : ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ્યું તેના પર એક નજર કરીએ.
એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા..
આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેને ભેદવી નામુમકીન છે.. પાકિસ્તાનની ચાઇના મેડ મિસાઇલને અમે તોડી પાડી હતી, અને પાકિસ્તાનના ડ્રોન પણ તોડી પાડ્યા હતા. આપણી એર ડિફેન્સ સિસ્ટમ એક દિવાલની જેમ ઉભી હતી. તેમણે કહ્યું કે આપણા બધાજ મિલેટ્રી બેસીઝ અને ઇક્વિમેન્ટ તૈયાર છે, અને જ્યારે પણ જરૂરીયાત જણાશે ત્યારે જરૂરી કાર્યવાહી કરવા સક્ષમ છે.
ડીજીએમઓ રાજીવ ઘઇએ કહ્યું કે આતંકવાદીઓએ હવે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનો ટ્રેન્ડ અપનાવ્યો છે. જેને નાથવા માટે અમે જે કંઇ કર્યુ તેના વિશે અમે તમને ગઇકાલે જણાવી ચૂક્યા છે..
તેમણે કહ્યું કે અમે સરહદ પાર કર્યા વિના હુમલા કર્યા. અમે પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડી. તેઓ આપણા હવાઈ સંરક્ષણ ગ્રીડમાં પ્રવેશી શક્યા નહીં. અમે આતંકવાદીઓ પર ચોક્કસ હુમલા કર્યા. લેફ્ટનન્ટ ઘાઈએ કહ્યું કે 9-10 મેની રાત્રે પાકિસ્તાન વાયુસેના દ્વારા અમારી હવાઈ ટીમ અને લોજિસ્ટિક્સ સ્થાપના પર હુમલો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાને જે હુમલા કર્યા તે આપણી મજબૂત એર ડિફેન્સને કારણે નિષ્ફળ રહ્યા,અને તે કોઇ જ નુકસાન પહોંચાડી શક્યા નથી. કોઇ મોકો નહોતો કે પાકિસ્તાન આપણી આ સુરક્ષા પ્રણાલીને ભેદી શકે. આપણી એરફિલ્ડ દરેક પ્રકારે ઓપરેશનલ છે.. પાકિસ્તાની હુમલાની કોશીશો પણ એટલેજ નિષ્ફળ રહી..
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
