<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

તુર્કીએ આરોપ લગાવ્યો : અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA તુર્કીમાં બળવા માટે તેનો ઉપયોગ કરવા માંગતી હતી. : અમેરિકા સ્થિત તુર્કી ધાર્મિક નેતા ફેતુલ્લાહ ગુલાનના સંગઠનને દોષીત ઠેરવ્યું

આ દુશ્મનાવટના મૂળ ભૂતકાળમાં ક્યાંક ખૂબ ઊંડા છે. તાજેતરમાં પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યારપછી તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી

નવી દિલ્હી તા.૧૨ :  તુર્કીએ ત્યારે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA તુર્કીમાં બળવા માટે તેનો ઉપયોગ કરવા માંગતી હતી. તે ગુલાન મૂવમેન્ટ એટલે કે ચળવળ ભારતમાં પણ સક્રિય રહી છે.

 વર્ષ 2016-17ની આ વાત છે કે જ્યારે તુર્કીમાં બળવો થયો હતો.તુર્કીએ આ માટે અમેરિકા સ્થિત તુર્કી ધાર્મિક નેતા ફેતુલ્લાહ ગુલાનના સંગઠનને દોષીત ઠેરવ્યું હતું. તુર્કીએ ત્યારે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA તુર્કીમાં બળવા માટે તેનો ઉપયોગ કરવા માંગતી હતી. તે ગુલાન મૂવમેન્ટ એટલે કે ચળવળ ભારતમાં પણ સક્રિય રહી છે. 

તે સમયે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને અપેક્ષા હતી કે ભારત દેશમાં ગુલાન મૂવમેન્ટની તમામ શાળાઓ અને કાર્યાલયો બંધ કરરવામાં આવે. એવું માનવામાં આવે છે કે તે સમયે ભારતે તુર્કીની અપીલને અવગણી હતી અને કોઈ જ ભાવ આપ્યો ન હતો. 

ત્યારથી રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કાશ્મીરનો મુદ્દો સતત ઉઠાવવાનું શરૂ કર્યું હતું. જોકે, આ દુશ્મનાવટના મૂળ ભૂતકાળમાં ક્યાંક ખૂબ ઊંડા છે. તાજેતરમાં પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ત્યારપછી તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 

દિલ્હી સલ્તનતના 4 રાજવંશો મૂળ તુર્કીના હતા

લગભગ 800 વર્ષ અગાઉ જ્યારે ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. આ સલ્તનતનો સમયગાળો વર્ષ 1206થી 1526 સુધી ચાલ્યો હતો. પહેલાના ચાર રાજવંશો ગુલામ વંશ (અથવા મામલુક વંશ), ખિલજી વંશ, તુઘલક વંશ અને સૈયદ વંશ મૂળ તુર્ક હતા. દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબક એક તુર્કી ગુલામ હતો. મુહમ્મદ ઘોરીની હત્યા પછી ઐબકે દિલ્હીમાં સત્તા સંભાળી. 

તે જ સમયે ગુલામ વંશના મુખ્ય શાસક ઇલ્તુત્મિશ પણ તુર્ક હતા અને દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા.જોકે ખિલજી વંશની સ્થાપના કરનાર અલાઉદ્દીન ખિલજી પણ તુર્કનો મૂળ વતની હતો. તેણે પોતાના સૈન્ય અને શાસનમાં તુર્કો ઉપરાંત અન્ય વંશીય જૂથોનો પણ સમાવેશ કર્યો. તેવી જ રીતે તુર્કો પણ તુઘલક વંશના સુલતાનોની સેના અને વહીવટમાં મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. 

બાબરનું તુઝુક-એ-બાબરી પણ મૂળ તુર્કીમાં લખાયેલ

દિલ્હીના સુલ્તાનો અને શરૂઆતના મુઘલોના શાસનકાળ દરમિયાન તુર્કી ભાષાનો ભારતીય રાજકારણ પર નોંધપાત્ર પ્રભાવ હતો. હિન્દી, ઉર્દૂ અને અન્ય ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં પણ ઘણા ટર્કિશ શબ્દોનો ઉપયોગ થાય છે. મુઘલ સમ્રાટ બાબર તુર્કિક-ઉઝ્બેક ભાષાનો ઉપયોગ કરતા સફળ લેખક અને કવિ હતા. તેમને ગદ્ય અને કવિતા બંનેમાં એક ખાસ શૈલીના શોધક તરીકે પણ ઓળખવામાં આવે છે. રામપુરની રઝા લાઇબ્રેરીમાં ટર્કિશ ભાષામાં આવા 50 દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતોનો સંગ્રહ છે. 

શીત યુદ્ધ દરમિયાન ભારતે બિન-જોડાણવાદની નીતિ અપનાવેલ

ભારત અને તુર્કી વચ્ચે રાજદ્વારી સંબંધો વર્ષ 1948 માં સ્થાપિત થયા હતા. પરંતુ જ્યારે અમેરિકા અને રશિયા શીત યુદ્ધમાં ફસાઈ ગયા ત્યારે તુર્કી અમેરિકાના સમર્થનમાં બહાર આવ્યુ હતું. તે જ સમયે ભારત અને રશિયા વચ્ચે ગાઢ મિત્રતા હતી. પરંતુ ભારતે બિન-જોડાણવાદની નીતિ અપનાવી હતી.આ પછી તુર્કીએ પાકિસ્તાનની નજીક આવી ગયું. કારણ કે પાકિસ્તાન પણ અમેરિકાનું પરંપરાગત મિત્ર બન્યું. 

ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સમાવેશ સામે વિરોધ

બંને દેશો વચ્ચેના વિવાદનું એક મુખ્ય કારણ વેપાર અસંતુલન છે, જે ભારતના પક્ષમાં હતું. તેનો અર્થ એ થયો કે ભારત તુર્કીમાં વધુ માલ સામાન મોકલતું હતું, જ્યારે તે પોતે તુર્કીમાંથી ઓછો માલ આયાત કરતું હતું. તુર્કી ઇચ્છે છે કે તેમાં સુધારો કરવામાં આવે અને ભારત તેની આયાતમાં વધારો કરે. આ ઉપરાંત ભારતે મધ્ય પૂર્વમાં પ્રોજેક્ટ્સ પર તુર્કી સાથે કામ કરવું જોઈએ. તુર્કીએ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સમાવેશના કેટલાક વિરોધીઓ પૈકી એક હતુ. 

તુર્કીએ થોરિયમમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી ઇચ્છે છે

તુર્કી પાસે પોતાનું તેલ અને ગેસ નથી. આ કારણોસર તેઓ પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવાની તૈયારી કરવા માંગતા હતા, કારણ કે થોરિયમ ત્યાં એ જ રીતે રહેલુ છે કે જે રીતે તે ભારતમાં કેરળમાં જોવા મળે છે. તુર્કીએ ઇચ્છતુ હતુ કે ભારત તેને થોરિયમમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી આપે, પરંતુ ભારતે ના પાડી. રેસેપ તૈયપ એર્દોગન પોતે વર્ષ 2017 અને વર્ષ 2018માં બે વાર દિલ્હી આવ્યા હતા, પણ આ માટે સફળ થયા ન હતા. ત્યારથી તુર્કી સતત ભારતથી ગુસ્સામાં છે. 

ઇઝરાયલ અને સાઉદી અરેબિયા નજીક આવ્યા

ઇઝરાયલ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા જેવા દેશો સાથે ભારતની નિકટતા વધી જ્યારે તુર્કીએ વધુ દૂર ગયું. તુર્કી મોટાભાગે પાકિસ્તાનને સમર્થન આપે છે. તુર્કી સાથેના સંબંધો બગડવાનું એક મુખ્ય કારણ ભારતની બદલાતી નીતિ છે, જેને તુર્કી સ્વીકારી શકતું નથી. તે ભારતની ઉભરતી શક્તિને પચાવી શકતુ નથી. આ જ કારણ છે કે તે સમયાંતરે કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ટેકો આપતા રહે છે.

(4:55 PM IST)