<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ભારત અને પાકિસ્તાનના DGMOની વાતચીત પૂર્ણ થઇ : પ્રથમ દોરની વાત સકારાત્મક રહી

અગાઉ ચર્ચા બપોરનાં યોજવાની હતી તેને બદલે સાંજે યોજાઈ અને હવે આ વાતચીત પુર્ણ થઇ ચુકી છે

ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે સાંજે વાતચીત થશે અને તેમાં ભારત પાકિસ્તાન વચ્ચે પેદા થયેલી યુદ્ધ જેવી સ્થિતિ, સીઝ ફાયર સહિતના મામલે ચર્ચા થઇ હતી. સુત્રો અનુસાર હોટલાઇન પર થયેલી પ્રથમ દોરની આ વાત સકારાત્મક રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા આ વાતચીતનો સમય 12 મે, સોમવારના રોજ બપોરે 12 વાગ્યે બેઠક યોજાવાની હતી.

"ભારત-પાકિસ્તાન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે આજે સાંજે વાતચીત યોજાઇ હતી. સુત્રોએ અગાઉ જ માહિતી આપી હતી કે, ચર્ચા બપોરનાં બદલે સાંજે યોજાશે. જો કે હવે આ વાતચીત પુર્ણ થઇ ચુકી છે અને સકારાત્મક પણ રહી છે તેવું સુત્રોએ જણાવ્યું હતું. જો કે વાતચીત કેમ મોડી થઇ અથવા સમય બદલાયો તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી શકી નહોતી 

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતે 7 મેની શરૂઆતમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી માળખાઓનો નાશ કરવા માટે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું.

સોમવારની વાતચીત બીજી વખત હશે જ્યારે બંને દેશોના DGMOs ભારત-પાકિસ્તાન તણાવ અને "લડાઇની પરિસ્થિતિ" પર ચર્ચા કરશે, અગાઉ શનિવારે (10 મે) વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પુષ્ટિ આપી હતી કે, પાકિસ્તાનના DGMO એ તેમના ભારતીય સમકક્ષનો સંપર્ક કર્યો હતો. બંને પક્ષો 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી જમીન, સમુદ્ર અને હવામાં થતી તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા.

(7:19 PM IST)