<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

કેનરા બેંક બાદ હવે બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક સહીત 3 બેન્કનો મોટો નિર્ણય : લોન ધારકોને થશે મોટી અસર

બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકે પોતાના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં કર્યો ફેરફાર

નવી દિલ્હી : કેનરા બેંક બાદ હવે બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકએ ગ્રાહકોને ગુડ ન્યૂઝ આપી છે. બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકે પોતાના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં ઘટાડો કર્યો છે. આ બેંકો દ્વારા MCLRમાં ઘટાડો કરાયા બાદ હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન જેવી ફ્લોટિંગ રેટવાળી લોન પર વ્યાજ દર ઘટી શકે છે, જેનાથી લોકોની EMI ઘટી શકે છે એટલે કે લોન જલદી ખતમ થઈ શકે છે.  

    કેનરા બેંકે MCLRમાં 10 બેસિસ પોઈન્ટ અથવા 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેનરા બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે, એક વર્ષની અવધિ માટે MCLR હાલના 9.10%થી ઘટીને હવે 9% થઈ જશે.

બેંક ઓફ બરોડા દ્વારા 1 વર્ષના MCLRને 9%થી ઘટાડીને 8.95% કરવામાં આવ્યો છે, જે 12 મે, 2025થી લાગુ થશે. જ્યારે અન્ય કોઈ સમયગાળાના MCLRમાં બેંક દ્વારા ફેરફાર કરાયો નથી.

પંજાબ નેશનલ બેંક (PNB) ઓવરનાઈટ MCLR: 8.40%થી ઘટીને 8.25% એક મહિનાનો MCLR: 8.50%થી ઘટીને 8.40% ત્રણ મહિનાનો MCLR: 8.70%થી ઘટીને 8.60% છ મહિનાનો MCLR: 8.90%થી ઘટીને 8.80% એક વર્ષનો MCLR: 9.05%થી ઘટીને 8.95% ત્રણ વર્ષનો MCLR: 9.35%થી ઘટીને 9.25%

જ્યારે બેંક પોતાનો MCLR બદલે છે, ત્યારે હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન જેવી બધી જ ફ્લોટિંગ રેટવાળી લોનની EMI પર અસર પડે છે. જો MCLR વધે છે, તો લોનના વ્યાજદરો વધી જાય છે અને તમારી EMI મોંઘી થઇ જાય છે. તેમજ જો MCLR ઘટે છે, તો વ્યાજ દરો ઘટી જાય છે, જેનાથી તમારી EMI ઘટે છે. તેનો લાભ નવી લોન લેનારા લોકોને પણ મળે છે, કારણ કે તેઓને પહેલાની સરખામણીએ વધુ સસ્તી લોન મળે છે.

બેંકો MCLR નક્કી કરવા માટે ઘણા બધા ફેક્ટર્સનું ધ્યાન રાખે છે, જેમ કે ડિપોઝીટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયો (CRR)નો ખર્ચ. જ્યારે RBI રેપોરેટમાં ફેરફાર કરે છે, તો તેની સીધી અસર MCLR પર પડે છે. જો રેપોરેટ ઘટે છે, તો બેંક પણ MCLR ઘટાડી શકે છે, જેનાથી લોન સસ્તી થઇ શકે છે. તેમજ જો રેપો રેટ વધે છે, તો MCLR પણ વધે છે અને લોનની EMI મોંઘી થઇ જાય છે.

 

 

(9:14 PM IST)