<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

જમ્મુ-કાશ્મીરના સાંબામાં ફરી દેખાયા ડ્રોન અખનૂરમાં ગોળીબારના અહેવાલ : સમગ્ર વિસ્તારમાં એલર્ટ:જુઓ વિડીયો

પાકિસ્તાનની નાપાક હરકત યથાવત : સાંબામાં ડ્રોન હુમલા બાદ બ્લેકઆઉટ : સેના દ્વારા ડ્રોનનો સામનો : હાલ સ્થિતિ નિયંત્રણમાં

સાંબા : જમ્મુ-કાશ્મીરના સાંબા અને અખનૂરમાં પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. સાંબામાં ડ્રોન હુમલા અને અખનૂરમાં ગોળીબાર થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાંબાથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રોન હુમલા બાદ સમગ્ર સાંબા વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે.

સેનાના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાંબા સેક્ટરમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ડ્રોન જોવા મળ્યા હતા. ભારતીય સેના દ્વારા તેમનો સામનો કરવામાં આવી રહ્યો છે અને હાલમાં ચિંતા કરવાની કોઈ વાત નથી.

વધુમાં, એવા પણ સમાચાર છે કે ડ્રોનની ગતિવિધિ અને હવાઈ સંરક્ષણ ગોળીબારના પ્રથમ તબક્કા બાદ, છેલ્લા ૧૫ મિનિટથી સાંબામાં કોઈ ડ્રોન ગતિવિધિ જોવા મળી નથી. સુરક્ષા એજન્સીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(10:11 PM IST)