News of Tuesday, 13th May 2025
સરહદે ગોળીબાર ન કરવોઃ સૈનિકોની સંખ્યા ઘટાડવી
ભારત-પાકિસ્તાનનાં ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં સહમતી સધાઈ : બંને દેશોનાં ડીજીએમઓ હોટલાઈન પર મડયાઃ એકબીજા સામે આત્રમક અને શત્રુતાપૂર્ણ કાર્યવાહી ન કરવા પણ સંમતિ

નવી દિલ્હી,તા.૧૩: ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી.
ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે સોમવારે બંને પક્ષો વચ્ચે ૧૦ મેના રોજ લશ્કરી કાર્યવાહી અને ગોળીબાર બંધ કરવા માટે થયેલી સમજૂતીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બંને દેશોના ડીજીએમઓ વચ્ચે એક કરાર થયો છે કે ભારત અને પાકિસ્તાન એકબીજા પર ગોળીબાર નહીં કરે. હોટલાઇન પર આ વાતચીત પહેલા બપોરે ૧૨ વાગ્યે થવાની હતી. જોકે, આ વાતચીત સાંજે ૫ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.
ઈસ્ટર્ન કમાન્ડના સીપીઆરઓએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએઓ વચ્ચે સાંજે ૫ વાગ્યે એક બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે બંને પક્ષો દ્વારા એકબીજા પર ગોળીબાર ન કરવાની અથવા એકબીજા સામે કોઈપણ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી શરૂ ન કરવાની પ્રતિબદ્ધતાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ પાકિસ્તાન સાથેની આ લશ્કરી સ્તરની વાટાઘાટોમાં ભાગ લીધો હતો. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ તેના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ કર્યું હતું.
ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિヘતિ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારની ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ સોમવારે પહેલી વાર વાતચીત કરી.
સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિヘતિ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને કહ્યું છે કે હવે તે આ સંઘર્ષને આગળ નહીં લઈ જાય. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ૨૦૨૧ માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.
સોમવારે સેનાએ ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે પહેલગામ દ્વારા આતંકવાદીઓના પાપોનો પ્યાલો ભરાઈ ગયો છે, કારણ કે આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલાઓ ન્બ્ઘ્ અને ત્ગ્ પાર કરીને કરવામાં આવ્યા હતા. અમને સંપૂર્ણ જાણકારી હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે હવાઈ સંરક્ષણ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ ૯-૧૦ મેના રોજ આપણા એરફિલ્ડ્સ પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત એર ડિફેન્સ ગ્રીડ સામે નિષ્ફળ ગયા. એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાની સેના વચ્ચે કૂદી પડી. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી.(૪૦.૧૭)
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
