News of Tuesday, 13th May 2025
પાકિસ્તાન ઘૂંટણીયે છતાં શાહિદ આફ્રિદીએ કાઢી વિક્ટ્રી રેલીઃ આપ્યો મૂર્ખતાનો પુરાવો
શાહિદે રેલી પછી ઝેર ઓકયું...હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું: પાકિસ્તાની સેનાએ ખૂબ સંયમ રાખ્યો છે

કરાચી,તા.૧૩: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવનો શનિવારે અંત આવ્યો. બંને દેશોના DGMO વચ્ચેની વાતચીત બાદ, યુદ્ધને તાત્કાલિક બંધ કરવા માટે સર્વસંમતિ સધાઈ. જો કે ભારતીય ક્રિકેટરોએ આ મુદ્દે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ એક રેલીનું આયોજન કર્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી તણાવ ઓછો થયો છે. બંને દેશો વચ્ચે સર્વસંમતિ બાદ ૭ મેની રાતથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રૉન હુમલાઓને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહલગામ વિસ્તારની બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુદ્દો વધુ વકર્યો. આ ક્રૂર હત્યા બાદ સમગ્ર ભારતમાં આક્રોશ ફેલાયો હતો, દેશના તમામ ભારતીય ક્રિકેટરોએ પણ આ હુમલાને કાયરતા ગણાવી હતી અને પાકિસ્તાનની ભારે ટીકા કરી હતી. જો કે, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી, પહેલાની જેમ, આતંકવાદને સમર્થન આપતા પોતાના દેશનો બચાવ કરી રહ્યો હતો. તેણે આ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.
શાહિદ આફ્રિદીની બેશરમી એટલી હદે પહોંચી ગઈ કે તેણે યુદ્ધવિરામને પાકિસ્તાનની જીત જાહેર કરી. ક્રિકેટર શાહિદ આફ્રિદીએ રવિવારે કરાચીના સી વ્યૂ ખાતે પાકિસ્તાની સેનાને ટેકો આપવા માટે એક જાહેર રેલીનું આયોજન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહિદ કારના કાફલા સાથે જોઈ શકાય છે. આ દરમિયાન, તે રસ્તામાં લોકોનું અભિવાદન પણ કરી રહ્યા છે. રેલી પછી, શાહિદે જનતાને પણ સંબોધિત કરી.
ત્યારબાદ શાહિદે રેલી પછી ઝેર ઓકયું. તેણે કહ્યું કે પાકિસ્તાની સેનાએ ખૂબ સંયમ રાખ્યો છે. આફ્રિદી કદાચ જમીની વાસ્તવિકતાથી અજાણ છે. ભારતીય સેના અંગે આફ્રિદીએ કહ્યું કે ભારત પાકિસ્તાનની ટેકનિકલ ક્ષમતાઓ અને વ્યૂહાત્મક વિચારસરણીથી અજાણ હતું. તેણે દાવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને સંયમ દાખવ્યો અને તેણે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યો નહીં.(૪૦.૮)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
