<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

અઝરબૈજાન, તુર્કિયેના ટ્રાવેલ પેકેજનો બહિષ્‍કાર, સોશિયલ મીડિયામાં ઝુંબેશ

રાષ્‍ટ્રહિતમાં પાકિસ્‍તાન પરસ્‍ત દેશોનો પ્રવાસનનો બહિષ્‍કાર : દેશભરના ૩,૫૦૦થી વધુ એજન્‍ટોએ આ દેશોના બુકિંગ અને પ્રમોશન બંધ કર્યા

નવી દિલ્‍હી તા.૧૩: ભારતીય સેનાના પરાક્રમ પછી હવે દેશની ટ્રાવેલ્‍સ કંપનીઓએ પાકિસ્‍તાન વિરુદ્ધમાં મોર્ચો ખોલી દીધો છે. આતંકના આકાઓને આર્થિક ફટકો પહોંચાડવા માટે ટ્રાવેલ્‍સ કંપનીઓએ પાકિસ્‍તાન પરસ્‍ત દેશ અઝરબૈજાન અને તુર્કિયે આ બે દેશોના ટ્રાવેલ પેકેજ હાલ પુરતા બંધ કરી દીધા છે. આ મામલે ટ્રાવેલ્‍સ એજન્‍સીઓ અને તેમના પ્રમુખોએ સોશિયલ મીડિયામાં ઝૂંબેશ પણ આદરી છે.

ગત વર્ષે ભારતમાંથી તુર્કિયેમાં ૨.૮૭,૦૦૦ અને અજરબૈજાનમાં ૨,૪૩,૦૦૦ ભારતીયો પ્રવાસે ગયા હતા. ટ્રાવેલ એજન્‍ટ્‍સ એશોશિએશન ઓફ ઇન્‍ડિયાએ રાષ્‍ટ્રહિતમાં ભારત વિરોધી ત્રણેય દેશોના પ્રવાસનો બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. ખૂબ જ જરૂરી હોય તો જ આ દેશોનો પ્રવાસ કરવાની પણ ગ્રાહકોને અપીલ કરી છે. દેશભરના ૩,૫૦૦થી વધુ એજન્‍ટોએ આ દેશોના બુકિંગ અને પ્રમોશન બંધ કરી દીધા હોવાનું એસોશિએશને જણાવ્‍યું હતું. આ બંને દેશો સામે એડવાઇઝરી જાહેર કરવામાં આવે તેવી સરકારમાં પણ રજૂઆત કરાઇ છે.(૩૮.૬)

(9:53 AM IST)