તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 13th May 2025
અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી ૧૫ના મોતઃ ૬ ગંભીર
મુખ્ય સપ્લાયર પ્રભજીત સિંહની ધરપકડ

અમળતસર,તા.૧૩: પંજાબના અમળતસરમાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત થયા છે. જ્યારે ૬ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મજીઠાના માધાઈ ગામ અને ભાગલી ગામનો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મળતકોના મળતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાથી પાંચ ગામો પ્રભાવિત થયા છે.
પંજાબના અમળતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય છ લોકોની હાલત ગંભીર છે. એસએસપી અમળતસર (ગ્રામીણ) મનીન્દર સિંહે મળત્યુઆંકની પુષ્ટિ કરી. એસએસપી અમળતસર મનિન્દર સિંહે જણાવ્યું હતું કે, ૅઅમને ગઈકાલે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ માહિતી મળી હતી કે ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર લોકોની અટકાયત કરી. અમે મુખ્ય સપ્લાયર પ્રભજીત સિંહની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન પ્રભજીત સિંહે માસ્ટરમાઇન્ડ સપ્લાયર સાહબ સિંહનું નામ જાહેર કર્યું. તેમણે કહ્યું, અમે તેને પણ પકડી લીધો છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે આ દારૂ કઈ કંપનીઓ પાસેથી ખરીદ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, અમને પંજાબ સરકાર તરફથી નકલી દારૂના સપ્લાયરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ મળ્યા છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં દારૂ બનાવનારાઓને પણ પકડી લેવામાં આવશે. કડક કલમો હેઠળ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. નાગરિક વહીવટ પણ સામેલ છે અને અમે ઘરે ઘરે જઈને દારૂ પીનારાઓની ઓળખ કરી રહ્યા છીએ, જેથી વધુ લોકોના જીવ બચાવી શકાય. આ ઘટનાથી પાંચ ગામો પ્રભાવિત થયા છે.(૪૦.૨૦)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
