તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 13th May 2025
મુંબઈના કેટલાક વિસ્તારમાં પ્રી-મૉન્સુન ઝાપટા પડતા યલો એલર્ટ : થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ હજી આવતીકાલ સુધી આ પ્રકારનું વાતાવરણ છે. આજે કાંદિવલીના ઠાકુર વિલેજમાં પ્રી-મૉન્સુન
આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ ઉપનગરીય જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા અને હળવા વરસાદની આગાહી

નવી દિલ્હી તા.૧૩ : આજે મંગળવારે મુંબઈના કેટલાક વિસ્તારમાં પ્રી-મૉન્સુન ઝાપટાં જોવા મળ્યા હતા. ભારતીય હવામાન વિભાગે ગઇકાલે જ મુંબઈ માટે યલો એલર્ટ આપ્યું હતું. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ હજી આવતીકાલ સુધી આ પ્રકારનું વાતાવરણ છે. આજે કાંદિવલીના ઠાકુર વિલેજમાં પ્રી-મૉન્સુન ઝાપટાં થયા હતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઇકાલથી શહેરમાં હળવો વરસાદ શરૂ થવાની અપેક્ષા હતી, જે ધીમે ધીમે વાવાઝોડામાં પણ ફેરવાય એવું પણ અનુમાન હતું. આજે મંગળવારે તોફાની પવન સાથે મધ્યમથી હળવો વરસાદ થવાની ધારણા છે.
આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ ઉપનગરીય જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના તાજેતરના મુંબઈ હવામાન અપડેટ્સ અનુસાર આજે 13 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદ સાથે જોરથી પવન ફૂંકાવાની શક્યતા છે.
વાદળછાયું આકાશ રહેશે અને સવારે 26 ડિગ્રી સેલ્સિયસથી લઈને દિવસ દરમિયાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો જઇ શકે છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના હવામાન અપડેટ અનુસાર ઉપનગરીય મુંબઈમાં સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
કુલાબામાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મુંબઈમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના અને આંશિકરીતે આકાશ વાદળછાયું રહી શકે છે.
હવામાન નિષ્ણાતો કહે છે કે 14 મેની આસપાસ આંદામાન સમુદ્ર અને નજીકના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સુન જેવી પરિસ્થિતિઓ સર્જાઇ શકે છે. આજે 13 મેના રોજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશન પ્રમાણે હવાની ગુણવત્તા સવારે 52ના ઍર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાથે `સારી` નોંધાઈ છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
