<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

ભારત કરતા માત્ર દુબઈમાં જ નહીં પણ હિમાલયી આ દેશમાં મળે છે સસ્તું સોનુ

આ દેશમાં સોનાના ભાવ દુબઈ કરતા 5 થી 10 ટકા ઓછા હોય છે

ભારતમાં સદીઓથી સોનાને એક સુરક્ષિત અને નફાકારક રોકાણ તરીકે જોવામાં આવે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ સોનાનો ભાવ ઘટે છે ત્યારે લોકો તેને ખરીદવાનું શરૂ કરે છે

કોઈ વ્યક્તિ ભારતથી દુબઈ જાય છે ત્યારે તે ત્યાંથી સસ્તું સોનું ખરીદવાનું વિચારે છે. હવે આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ભારતની તુલનામાં દુબઈમાં સોનું સસ્તા ભાવે મળે છે.

 મોટાભાગના લોકોને એ નથી ખબર કે, દુબઈ કરતાં પણ સસ્તું સોનું ભારતના પાડોશી દેશમાં મળે છે. આ જે દેશ છે તે બીજો કોઈ નહી પણ હિમાલયી દેશ ભૂટાન છે. સૂત્રો મુજબ, ભૂટાનમાં સોનાના ભાવ દુબઈ કરતા 5 થી 10 ટકા ઓછા હોય છે. ભૂટાનમાં સોનું સસ્તું છે અને તેની પાછળ ઘણા કારણો છુપાયેલો છે. સૌથી મહત્વનું કારણ એ છે કે, ભૂટાનમાં સોના પર કોઈ જ ટેક્સ નથી લાગતો. આ ઉપરાંત, ભૂટાનમાં સોનાની આયાત પર ખૂબ જ ઓછી કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે.
ભારત અને ભૂટાનના ચલણો (કરન્સી) વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. બસ આ કારણોસર ભૂટાનમાં દુબઈ કરતા સોનું સસ્તું છે. જો કે, ભારતીય નાગરિકોએ ભૂટાનથી સોનું ખરીદવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ
નિયમ અનુસાર, પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા માન્ય હોટલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવું જરૂરી છે. બીજું કે, સોનું ફક્ત યુએસ ડોલરમાં જ ખરીદી શકાય છે. આથી ડોલર તમારી સાથે રાખવા જરૂરી છે
] દરેક ભારતીય પ્રવાસીએ દરરોજ 1,200 થી 1,800 રૂપિયા સુધીની 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી' ચૂકવવી પડે છે. સોનું ફક્ત ભૂટાન સરકારના નાણા મંત્રાલય દ્વારા અધિકૃત દુકાનોમાંથી જ ખરીદી શકાય છે.
સોનું ખરીદી કરતી વખતે પાવતી લેવી ફરજિયાત છે, જેથી પાછળથી કોઈ સમસ્યા ન થાય. ભારતીય નાગરિકો એક જ પ્રવાસ દરમિયાન 20 ગ્રામ સુધી ડ્યુટી-ફ્રી સોનું ખરીદી શકે છે.
જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો તમે પણ ભૂટાન જઈ શકો છો અને સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો.

(6:48 PM IST)