News of Wednesday, 14th May 2025
પાકિસ્તાની અધિકારીને ૨૪ કલાકની અંદર દેશ છોડવા નિર્દેશ
ભારતની ‘‘ઓપરેશન સિંદૂર'' અંતર્ગત કડક કાર્યવાહી

નવી દિલ્હી તા.૧૪: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ ગહન બની ગયો છે. આતંકવાદ વિરોધી અભિયાન તરીકે ભારતીય સેનાએ ‘‘ઓપરેશન સિંદૂર'' નામની કાર્યવાહી શરૂ કરી હતી, જેના અંતર્ગત કાશ્મીરમાં હત્યા કરવામાં આવેલા નિર્દોષ નાગરિકોના બદલા રૂપે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવી નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સૈન્ય કાર્યવાહી બાદ, બંને દેશો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે પાકિસ્તાનની આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા તે બાદ પાકિસ્તાનની સેના દ્વારા ભારત પર કાર્યવાહી કરવાની ધમકી મળવા લાગી હતી. જોકે, ભારતે તમામને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ફરજ બજાવી રહેલા એક પાકિસ્તાની અધિકારીને ૨૪ કલાકની અંદર દેશ છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અધિકારીને ‘‘પર્સોના નોન ગ્રેટા'' જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે તેમની પ્રવળત્તિઓ તેમના કૂટનીતિક દરજ્જા સાથે અસંગત હોવાનું જાણવા મળ્યું હતું.(૩૮.૫)
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
