<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

પાકિસ્‍તાન ફસાયું: બલૂચો એ ૪ ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા

ભારત સાથે ભલે યુધ્‍ધ વિરામ હોય પણ

કરાંચી, તા.૧૪: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધવિરામ હોવા છતાં, બલુચિસ્‍તાનમાં બળવાખોરો હજુ પણ પાડોશી દેશને મુશ્‍કેલીમાં મૂકી રહ્યા છે. બલુચિસ્‍તાનમાં પંજાબ મૂળના ચાર ટ્રક ડ્રાઈવરોનું અપહરણ કરીને હત્‍યા કરવામાં આવી છે. બલુચિસ્‍તાન લિબરેશન આર્મીએ હજુ સુધી આ લોકોની હત્‍યાની જવાબદારી લીધી નથી, પરંતુ પાકિસ્‍તાની એજન્‍સીઓને બલુચ બળવાખોરો પર શંકા છે.

આ ટ્રક ડ્રાઈવરોનું ૯ મેના રોજ જ અપહરણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે તેઓ ઈરાનથી LPG ટ્રક લાવી રહ્યા હતા ત્‍યારે તેમનું અપહરણ કરવામાં આવ્‍યું હતું. રસ્‍તામાં બલૂચ બળવાખોરોએ તેમને રોકયા અને પછી તેમની ઓળખ જાણ્‍યા પછી તેમનું અપહરણ કર્યું.

પંજાબી મૂળના પાકિસ્‍તાનીઓ લાંબા સમયથી બલૂચ બળવાખોરોના નિશાના પર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. એક ન્‍યૂઝ અનુસાર, આ લોકોનું ક્‍વેટાથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર અહમદવાલ વિસ્‍તારમાંથી અપહરણ કરવામાં આવ્‍યું હતું. બળવાખોરોએ પહેલા ટ્રકના ટાયરો પર ગોળીઓ ચલાવીને પંકચર કર્યા. આ પછી ડ્રાઇવરોનું અપહરણ કરવામાં આવ્‍યું.

સુરક્ષા દળો સ્‍થળ પર પહોંચે તે પહેલાં જ તેઓ ટ્રક ડ્રાઈવરો સાથે નીકળી ગયા હતા. હવે મંગળવારે તેમના મળતદેહ મળી આવ્‍યા છે. આ મળતદેહો એક નિર્જન જગ્‍યાએથી મળી આવ્‍યા હતા.

આ માહિતી સ્‍થાનિક લોકોએ પોતે પોલીસ પ્રશાસનને આપી હતી. આ પછી મળતદેહોને નોશકી લઈ જવામાં આવ્‍યા. હોસ્‍પિટલના ડોક્‍ટરોએ જણાવ્‍યું હતું કે આ બધા લોકોને નજીકથી ગોળી મારવામાં આવી હતી અને તેઓ અનેક ગોળીઓના કારણે મળત્‍યુ પામ્‍યા હતા. આમાંથી બે ડ્રાઇવર, મોઇન અને હુઝૈફા, પાકિસ્‍તાની પંજાબના પાકપટ્ટન વિસ્‍તારના રહેવાસી છે. અન્‍ય બે, ઇમરાન અલી અને ઇરફાન અલી, રહીમ યાર ખાનના રહેવાસી હતા. 

(3:47 PM IST)