<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જામનગર રોડ ઉપર વિખ્‍યાત સન્‍ની પાજી કા ધાબાની જગ્‍યા ઉપર બાંધકામ દૂર કરાયું: સન્ની પાજીકાના સંચાલકોએ પોતાનો ધાબો તોડી નાખ્‍યોઃ મામલતદાર કહે છે. રેસીડન્‍સમાં કોમર્શીયલ ઉપયોગ કરાતો હતો : રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ વિખ્‍યાત સન્ની પાજી કા ધાબાની જગ્‍યા ઉપર થયેલ બાંધકામ દૂર કરાતા તાલુકા મામલતદાર તંત્રના ફોન ધણધણયા હતાઃ મામલતદાર તંત્ર અને મામલતદારશ્રી મકવાણાએ ‘અકિલા' ને જણાવેલ કે અમે દબાણ હટાવની કાર્યવાહી કરી નથી કારણ કે તે જગ્‍યા તેમની પોતાની છે... અને અગાઉ શરત ભંગ બદલ સન્ની પાજી કાના સંચાલકોએ જણાવેલ કે રેસીડન્‍સમાં કોમર્શીયલ બાબત હોય શરત ભંગ થાય છેઃ આથી સન્ની પાજી કાના સંચાલકો દ્વારા જ આજે બાંધકામ હટાવવાની જાતે કાર્યવાહી થઇ હતી. મામલતદાર શ્રી મકવાણાએ જણાવેલ કે શરત ભંગ અંગે નોટીસ ફટકારેલ બાદમાં ધાબા સંચાલકોએ સ્‍વૈચ્‍છાએ બાંધકામ તોડી પાડયું છે 3:13 PM IST

નિયો રાજકોટ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત ‘સપ્‍ત સંગીતિ-૨૦૨૫'ના મંચ ઉપર શહેરની પ્રતિભાઓને પણ મળશે કલા પ્રસ્‍તુતિની સુવર્ણ તક : કલારસિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ- રોજના ૭૦૦૦ થી વધુ રજીસ્‍ટ્રેશન નોંધાયા, હેમુ ગઢવી મુખ્‍ય હોલ ઉપરાંત મીની ઓડીટોરીયમમાં પણ એલ.ઇ.ડી સ્‍ક્રિન મુક્‍વાનું આયોજનં : પં.સાજન મિશ્રા જેવા રાષ્‍ટ્રીય કક્ષાના ગુણી કલાકારે સંપ્તસંગીતિના મંચથી નામના મેળવનાર રાજકોટના જાણીતા કલાકારો પલાશ ધોળકિયા અને નીરજ ધોળકિયાની સંગત માટે પસંદગી કરી જે રાજકોટ માટે ગૌરવની બાબત છે : કાર્યક્રમની સફળતા માટે ૧૦૦ થી વધુ સ્‍યંસેવકો તથા સંસ્‍થાના ડિરેકટર્સના માર્ગદર્શનમાં ૧૦ થી વધુ એજન્‍સીઓ સાથે સાયુજય સાધી તૈયારીઓનો ધમધમાટ2:57 PM IST

જીવલેણ અને ગંભીર અકસ્‍માતોમાં ૯.૩ ટકાનો ઘટાડોઃ ૩ લાખ જેટલા કેસો નોંધી વાહનચાલકો પાસેથી ૭ કરોડનો દંડ વસુલાયો : શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિતેલા વર્ષમાં વિવિધ સ્‍તરે થયેલી કામગીરીના લેખાજોખા રજૂ કરતાં ડીસીપી પૂજા યાદવ શહેરના માર્ગો પર અકસ્‍માતો ઘટાડવાના મુખ્‍ય ધ્‍યેય સાથે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ સક્રિય રહીઃ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ટ્રાફિક અવેરનેસને વિષય તરીકે સામેલ કરાવવાની, અટલ સરોવર ખાતે ટ્રાફિક પાર્કનું નિર્માણની નોંધપાત્ર સિધ્‍ધી : જો કે ઠેકઠેકાણે ટ્રાફિક જામની સમસ્‍યાનો કાયમી નિવેડો લાવવામાં સફળતા નહિવત વર્ષ દરમિયાન અકસ્‍માતો નિવારવા ટ્રાફિક પોલીસે અલગ અલગ કામગીરી કરી હતી તેના દ્રશ્‍યો જોઇ શકાય છે3:46 PM IST