<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

એટલો શું પાકિસ્તાન સાથે પ્રેમ છે કે જે તમે એક ટ્વીટ પણ નથી કર્યું દેશની સેનાને સપોર્ટ કરવા માટે : આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પરનુ ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મને બોયકોટ બહિષ્કાર કરવાની માંગ ઉઠી

લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે એકે લખ્યું કે જે આપણા સૈનિકો માટે એક શબ્દ પણ ન બોલ્યો હોય, તો અમે પણ તેની ફિલ્મ ન તો જોઈશું અને ન તો બીજા કોઈને જોવા દઈશું. જે ગદ્દાર હશે એ જ તેની ફિલ્મ જોવા જશે

નવી દિલ્હી તા.૧૪ : આમિર ખાન જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે, તો એ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ સવાલોથી ઘેરાઈ જાય છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી હતી અને હવે સિતારે જમીન પર સાથે પણ આવું જ થઈ રહ્યું છે. સિતારે જમીન પરનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે પરંતુ ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મને બોયકોટ બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આમિર ખાનને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વાત એમ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, ઘણા સેલેબ્સે ભારતને ખુલીને સપોર્ટ આપ્યો હતો. તેમણે ભારતીય સેનાની ખૂબ પ્રશંસા કરી હતી. પરંતુ આમિરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેણે મૌન જાળવી રાખ્યું હતું. ભારતીયોને આ વાત પસંદ આવી નથી. આ કારણે લોકો સિતારે જમીન પરને બોયકોટ કરી રહ્યા છે.

સિતારે જમીન પરનો બહિષ્કાર

લોકો સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- એટલો શું પાકિસ્તાન સાથે પ્રેમ છે કે જે તમે એક ટ્વીટ પણ નથી કર્યું દેશની સેનાને સપોર્ટ કરવા માટે. બીજાએ લખ્યું - જે આપણા સૈનિકો માટે એક શબ્દ પણ ન બોલ્યો હોય, તો અમે પણ તેની ફિલ્મ ન તો જોઈશું અને ન તો બીજા કોઈને જોવા દઈશું. જે ગદ્દાર હશે એ જ તેની ફિલ્મ જોવા જશે, તેની ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ.

એકે લખ્યું, "સિતારે જમીન પરને બોયકોટ કરો કારણ કે બોલીવુડ પાસે ભારત માટે સમય નથી અને તે તેના પાકિસ્તાની ચાહકોને નાખુશ કરી શકતું નથી. આ બદમાશો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. કોઈપણ અભિનેતા/અભિનેત્રી કે કોઈપણ ફિલ્મનું કોઈ સમર્થન નહીં.

સિતારે જમીન પર વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 20 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે.

(4:08 PM IST)