News of Wednesday, 14th May 2025
અમિતભાઇ શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે : ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મુકશે : ટોરેન્ટ બ્રિજનું ખાત મુહૂર્ત કરશે :નારણપુરમાં જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 17 અને 18 મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તેઓ રાજ્યમાં સ્કુલ,ગાર્ડન,ઓવરબ્રીજ,આવાસ ડ્રો,આંગણવાડી સહિતના કુલ 1692.16 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 18 તારીખે અમદાવાદમાં પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મુકશે. આ ઉપરાંત સાબરમતિ ખાતે ટોરેન્ટ બ્રિજનું ખાત મુહૂર્ત કરશે. જ્યારે પંચવટીમાં 117 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજનું ખાત લોકાર્પણ કરશે. ત્યાર બાદ નારણપુરમાં જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી સ્કુલ,ગાર્ડન, ઓવરબ્રીજ,આવાસ ડ્રો,આંગણવાડી સહિતના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. જોધપુર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું રૂ.9.14 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. RTO સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવશે. રેલવે ઓવર બ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિનઉપયોગી અંડર સ્પેસ એરિયા ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાના રૂ. 37.63 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે.
ચીમનભાઈ પટેલ રેલવે બ્રીજ સમાંતર નવો થ્રી લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાના 237.32 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાશે આસાથે સરખેજ વોર્ડમાં 5.36 કરોડના ખર્ચે રેન બસેરા બનાવવાના કામનું ખાતમુહૂર્ત અને સરખેજ વોર્ડમાં 10.29 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત કરાશે. ચાંદલોડીયા વોર્ડમાં મોર્ડન સ્કૂલ બનાવવાના રૂ.8.03 કરોડના કામનું ખાતમુહૂર્ત કરાશે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
