News of Wednesday, 14th May 2025
પીએમ નરેન્દ્ર મોદીએ NDAના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી
ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા વડાપ્રધાને આ બેઠક બોલાવી છે તે ઉપરાંત દેશની વર્તમાન રાજકીય સ્થિતિની પણ તેમાં ચર્ચા થશે

નવી દિલ્હી,તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ૨૫ તારીખે NDAના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે. આ બેઠકમાં એનડીએના મુખ્યપ્રધાનો બિહારના નીતિશ કુમાર તથા આંધ્રપ્રદેશના એન. ચંદ્રબાબુ નાયડુ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રના બે નાયબ સીએમ અજીત પવાર તથા એકનાથ શિંદે પણ બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા વડાપ્રધાને આ બેઠક બોલાવી છે. તે ઉપરાંત દેશની વર્તમાન રાજકીય સ્થિતિની પણ તેમાં ચર્ચા થશે.જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત ૨૨ એપ્રિલના રોજ ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ પ્રવાસીઓની ધર્મ પૂછીને તથા તેમના પેન્ટ ઉતરાવીને જેહાદી હત્યાકાંડ કર્યો હતો તેની સામે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૃ કરવામાં આવ્યું હતું. જોકે આ ઓપરેશન એકાએક સ્થગિત કરી દેવામાં આવતા સરકારના સમર્થકોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. આ નારાજગી દૂર કરવા ભાજપ નેતૃત્વ ગંભીર બન્યું છે અને એ સંદર્ભમાં એનડીએના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજીને રણનીતિ ઘડવામાં આવે તેવી શક્યતા છે.એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તથા ગૃહમંત્રી અમિત શાહ જેવા વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. બેઠકમાં રક્ષામંત્રી તથા ગૃહમંત્રી ઓપરેશન સિંદૂર વિશે એનડીએના મુખ્યપ્રધાનોને માહિતગાર કરશે તેવી પણ સંભાવના છે.
જોકે, સૂત્રો માને છે કે, આ સમગ્ર કવાયતનો હેતુ ઓપરેશન સિંદૂરની સફળતાનો કોઈ રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવાને બદલે તેનો શ્રેય સૈન્યની ત્રણે પાંખને આપવામાં આવે. પીએમ મોદીએ ગત બે દિવસ દરમિયાન આ ઓપરેશનની સફળતા બદલ દેશના સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા છે અને એનડીએની રાજ્ય સરકારો તેમજ પક્ષના નેતાઓ પણ કોઈ રાજકીય નિવેદનો કરવાને બદલે શ્રેય સશસ્ત્ર દળોને જ આપે તેવી સૂચના આપવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે તેની પાછળ પણ પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓની વિરુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ કરેલી સફળ કાર્યવાહીને વધાવવાનું છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
