News of Thursday, 15th May 2025
હાઈ-ટેક સિક્યુરિટી ચિપથી સજ્જ ઈ-પાસપોર્ટની સુવિધા 2025ના અંત સુધીમાં સમગ્ર દેશમાં રૉલઆઉટ કરાશે.:ઘર બેઠા કરો અરજી
ઈ-પાસપોર્ટ થકી ભારતીયોને વિદેશ પ્રવાસમાં સરળતા રહેશે અને ઈમિગ્રેશન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ નહીં રહે.

નવી દિલ્હી : અમેરિકા, કેનેડા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને જાપાન સહિત વિશ્વના અન્ય દેશની જેમ ભારતમાં પણ ઈ-પાસપોર્ટની શરૂઆત થઈ ચૂકી છે. આ ઈ-પાસપોર્ટમાં માઈક્રોચિપ થકી પાસપોર્ટ હોલ્ડર્સની બાયોમેટ્રિક જાણકારી સિક્યોર રહે છે. જેના પરિણામે ઈન્ટરનેશનલ ટૂર દરમિયાન ઈમિગ્રેશન પ્રક્રિયા ઝડપી અને સરળ બની જશે. તેમજ ફ્રોડના બનાવ પર પણ મોટાભાગે અંકુશ આવી જશે.
ગત વર્ષે એપ્રિલ-2024માં જ પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ 2.0 અંતર્ગત ઈ-પાસપોર્ટની શરૂઆત કરવામાં આવી હતી. પાયલટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં નાગપુર, ગોવા, જમ્મુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સૂરત, રાંચી, જયપુર, શિમલા અને ભૂવનેશ્વરમાં આ સુવિધા શરૂ કરાઈ હતી. જેને 2025ના અંત સુધીમાં સમગ્ર દેશમાં રોલ આઉટ કરવાનું આયોજન છે.
ભારત સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલ ઈ-પાસપોર્ટ સર્વિસ એક કમ્બાઈન્ડ પેપર અને ઈલેક્ટ્રોનિક પાસપોર્ટ જ છે. જે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપ અને પાસપોર્ટના ઈનલે તરીકે એક એન્ટિનાનો ઉપયોગ કરે છે. જેમાં એક સિક્યુરિટી ચિપ લગાવેલી હશે, જે પાસપોર્ટ હોલ્ડરની તસવીર, ફિંગર પ્રિન્ટ સહિત અન્ય વિગતોને ડિજિટલી સાચવીને રાખે છે.
ઈ-પાસપોર્ટની ઓળખ પાસપોર્ટના ફ્રન્ટ કવરની નીચે છપાયેલા એડિશનલ ગોલ્ડ કલર સિમ્બૉલને જોઈને કરી શકાય છે. જેનો ડિટા એકદમ સિક્યોર છે. કોઈ પણ આ ઈ-પાસપોર્ટની કૉપી નથી બનાવી શકતું.
E-Passportના ફાયદા
- નેશનલ સિક્યોરિટીની દ્રષ્ટિએ ઈ-પાસપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. જેના કારણે ફેક પાસપોર્ટ બનાવવો હવે લગભગ અશક્ય થઈ જશે.
- ઈ-પાસપોર્ટ થકી દેશ વિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોના મનસૂબા પર પાણી ફરી વળશે, જેઓ બોગસ ભારતીય પાસપોર્ટ પર વિદેશની મુસાફરી કરી રહ્યાં છે.
- ઈ-પાસપોર્ટમાં ડિજિટલ સિગ્નેચર અને એન્ક્રિપ્શનના કારણે ડેટા સાથે છેડછાડ કરવી હવે અશક્ય થઈ જશે.
- વીઝાની પ્રોસેસ પણ ઝડપી અને સરળ બની જશે, કારણ કે ઈ-પાસપોર્ટમાં તમારા ડેટા પહેલાથી જ વેરિફાઈડ રહેશે.
ઈ-પાસપોર્ટ કેટલો સુરક્ષિત
ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા મેનેજ્ડ એક સિક્યોર, સેન્ટ્રલાઈઝ્ડ ડેટાબેસમાં ઈ-પાસપોર્ટ ડેટા સ્ટોર કરે છે. ઈ-પાસપોર્ટની ઈલેક્ટ્રોનિક ચિપમાં પાસપોર્ટ હોલ્ડરના બાયોમેટ્રિક ડેટા અને પર્સનલ વિગતો NICમાં સ્ટોર હોય છે. ડેટા સેફ્ટી માટે તેને પબ્લિક કી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (PKI) એન્સ્ક્રિપ્શનની સાથે સિક્યોર કરવામાં આવે છે.
ઈ-પાસપોર્ટ કેવી રીતે કઢાવવો? (E-Passport Process)
- સૌ પ્રથમ પાસપોર્ટ સેવા માટેના ઑનલાઈન પોર્ટલ passportindia.gov.in જવું પડશે.
- જ્યાં જરૂરી વિગતો એડ કરીને રજિસ્ટ્રેશન કરો
- એક વખત રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થયા બાદ તમારું યુઝર ID એડ કરીને લોગ-ઈન થાવ
- હવે એપ્લાય 'ફૉર ફ્રેશ પાસપોર્ટ\રિ-ઈસ્યૂ ઑફ પાસપોર્ટ' નામના ઑપ્શન પર ક્લિક કરો
- હવે જે પેજ ઓપન થાય, તેમાં માંગવામાં આવેલી વિગતો એડ કરો અને પછી ઑનલાઈન ચૂકવણી કરો
- જે બાદ તમારી એપોઈન્ટમેન્ટ બૂક થશે. હવે એપ્લિકેશન રિસિપ્ટને સેવ કરીને રાખો
- તમને મળેલી તારીખે જરૂરી ડૉક્યુમેન્ટની સાથે PSK કે RPO પાસે જાવ
- પ્રોસેસ પૂરી થયા બાદ 7 થી 21 દિવસની અંદર તમારા એડ્રેસ પર ઈ-પાસપોર્ટ મોકલવામાં આવશે
- તમે એપ્લિકેશન રેફરન્સ નંબર થકી પણ પાસપોર્ટની સ્થિતિ ટ્રેક કરી શકો છો
ઈ-પાસપોર્ટ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- જન્મનો દાખલો
- આધાર કાર્ડ
- વૉટર આઈડી
- PAN કાર્ડ
- રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ, રેશન કાર્ડ, ભાડા કરાર)
- લેટેસ્ટ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
