<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

કથિત ફ્રોડ મામલે IREDAએ Gensol Engineering સામે નાદારીની અરજી દાખલ કરી

Gensolના મેનેજિંગ ડિરેક્ટર અનમોલ સિંહ જાગ્ગી અને તેમના ભાઈ પુનીત સિંહ જાગ્ગીએ આ અઠવાડિયે રાજીનામું આપ્યું હતું

નવી દિલ્હી : ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) એ કથિત ફ્રોડના મામલે Gensol Engineering સામે નાદારીની અરજી દાખલ કરી છે. કંપનીએ બુધવારે એક નિયમનકારી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં દેવાળિયા જાહેર કરવા માટે કોઈ લેણદાર દ્વારા આ પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સેબીએ આ ભાઈઓ પર કંપની દ્વારા એકત્ર કરાયેલા ભંડોળને અંગત લક્ઝરી ખરીદી અને દેવાની ચૂકવણીમાં વાળવાનો આરોપ મૂક્યો છે. Gensol એ રાઈડ-હેલિંગ સર્વિસ બ્લુસ્માર્ટ વતી ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ખરીદ્યા હતા. Gensol પર IREDAનું ₹510 કરોડનું દેવું છે.
આ અગાઉ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અનમોલ સિંહ જાગ્ગી અને તેમના ભાઈ પુનીત સિંહ જાગ્ગીને કંપનીમાં મુખ્ય હોદ્દા સંભાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ આ ભાઈઓએ રાજીનામું આપ્યું હતું.

(12:27 AM IST)