હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

અમેઠી,તા.૧૫: ઉત્તર પ્રદેશના અમેઠીના બહોરાપુર ગામમાં છેલ્લાં સાત-આઠ વર્ષથી એક એવું ક્લિનિક કાર્યરત છે જેનો અભિનય પ્રતાપ સિંહ નામનો ડૉક્ટર બારમું ધોરણ નાપાસ છે. આ ક્લિનિકમાં પ્રતાપગઢ, સુલતાનપુર, જૌનપુર અને રાયબરેલીના સેંકડો દરદીઓ રોજ સારવાર માટે આવે છે.
આ ડોક્ટરના વિરોધમાં હવે ફરિયાદ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ‘આ બારમું નાપાસ ડોક્ટર મોટી બીમારીઓની સારવાર કરીને લોકોના જીવન સાથે રમત રમે છે. આ ડોક્ટર દરદીઓની સારવાર આયુર્વેદ અને એલોપથી દવાઓથી કરે છે, પણ તેની પાસે કોઈ ડિગ્રી નથી. આ ડૉક્ટર તેના દરદીઓને જે દવાઓ લખી આપે છે એ દવાના સ્પેલિંગની પણ તેને ખબર નથી. આમ છતાં આ ડોક્ટર પાસેથી સારવાર મેળવવા માટે એક મહિના અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. દરરોજ સેંકડો દરદીઓ અહીં સારવાર માટે આવે છે. આ ક્લિનિકમાંથી ડોક્ટરે ઘણી કમાણી કરી છે અને તેણે પોતાના નામે અનેક એકર જમીન પણ ખરીદી છે.'
આ બાબતે ડિસ્ટ્રિક્ટ ઓફિસર અનીતા ગુપ્તાએ કહ્યું હતું કે ‘આ ક્લિનિક રજિસ્ટર્ડ છે. ત્યાં કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે એ તપાસનો વિષય છે. જો આવી કોઈ ફરિયાદ હશે તો અમે તપાસ કરીશું. તપાસમાં જે પણ દોષી ઠરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.(૪૦.૯)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM