<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

બેંગલોર શહેરના લોકો છે સૌથી વધુ બેવફા

પરિણીત હોવા છતાં કરે છે બીજા સાથે અફેર, અહીં થયો મોટો ખુલાસો : દિલ્‍હીનું સ્‍થાન ચોથા નંબર પર છે. પાંચમા નંબર પર છે પુણે, ત્‍યારબાદ દિલ્‍હી, ત્રીજા સ્‍થાને છે કોલકાતા, તેના ઉપર છે મુંબઈ

નવી દિલ્‍હી તા.૧૫: સમયની સાથે પ્રેમ શોધવાની રીતમાં પણ મોટું પરિવર્તન આવ્‍યું છે. પહેલા ગલી મહોલ્લા અને પડોશીના ઘરમાં પોતાના પ્રેમને શોધતા લોકો હવે ડેટિંગ એપ્‍સનો ટેકો લેતા થઈ ગયા છે. આ એપ્‍સ પર લોકો પોતાની પ્રોફાઈલ બનાવીને પોતાના મેચિંગની રાહ જોય છે. ઘણાં પ્રકારની ડેટિંગ એપ્‍સ કુંવારાઓને પ્રેમ અપાવવાનો વિશ્વાસ આપે છે. ટિંડર જેવી ડેટિંગ એપ્‍સ પર હજારો લાખોની સંખ્‍યામાં કુંવારાઓએ પોતાની પ્રોફાઈલ બનાવેલી છે. જે સાચા પ્રેમની શોધ કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલીક એપ્‍સ એવી પણ છે જે પત્‍ની સિવાય બીજા પાર્ટનર સાથે રોમાન્‍સ કરવાની તક પણ આપે છે. જી હાં, ગ્‍લીડન આવી જ એક એપ છે. આ મોબાઈલ એપ્‍લિકેશને પોતાના ડેટાના આધારે ખુલાસો કર્યો છે કે, કયા શહેરમાં સૌથી વધુ પરિણીત લોકો પોતાના પાર્ટનરને દગો આપે છે. આવો તમને જણાવીએ એપની યાદીના પાંચ શહેરો.

સમાચાર વાંચીને કદાચ તમે પણ આ યાદીમાં સૌથી ઉપર દિલ્‍હીનું નામ મગજમાં આવ્‍યું હશે. પરંતુ એવું નથી. ટોપ પાંચની યાદીમાં દિલ્‍હી છે, પરંતુ સૌથી ઉપર નથી. દિલ્‍હીનું સ્‍થાન ચોથા નંબર પર છે. પાંચમા નંબર પર છે પુણે. ત્‍યારબાદ દિલ્‍હી, ત્રીજા સ્‍થાને છે કોલકાતા. તેના ઉપર છે મુંબઈ અને સૌથી ઉપર છે બેંગલોર. આ શહેરોમાં રહેતા પરિણીત લોકો તેમના જીવનસાથી સિવાય નવો પાર્ટનર શોધવા માટે ગ્‍લીડન પર સક્રિય રહે છે.

જ્‍યાં મહાનગરોમાં આ પાંચ શહેરો ટોપ પર છે, ત્‍યાં જ ગ્‍લીડનની યાદીએ ટાયર ૨ અને ટાયર ૩ શહેરોની પણ યાદી જાહેર કરી છે. આ નાના શહેરોમાં પણ લોકોનો રસ હવે એક્‍સ્‍ટ્રા મેરિટલ અફેર તરફ વધવા લાગ્‍યો છે. ગ્‍લીડન એપના ડેટા મુજબ, નાના શહેરોમાં મેટ્રો શહેરોની સરખામણીએ ત્રણ ગણો વધુ ઝડપથી એક્‍સ્‍ટ્રા મેરિટલ અફેરનો આંકડો વધી રહ્યો છે. તેની પાછળનું કારણ પણ ગ્‍લીડને જણાવ્‍યું છે. ગ્‍લીડનના ડેટા મુજબ, જયપુર આ યાદીમાં સૌથી ઉપર છે. ત્‍યારબાદ ચંદીગઢ, લખનૌ અને પટનાનો નંબર આવે છે. આ નાના શહેરોમાં લોકો સંયુક્‍ત કુટુંબમાં રહે છે. તેથી તેમના પર ઘણી બધી મર્યાદાઓ હોય છે. આવી સ્‍થિતિમાં, તક મળતા જ તેઓ બહાર પોતાના માટે પાર્ટનર શોધવા લાગે છે.(૩૮.૩)

(10:01 AM IST)