News of Thursday, 15th May 2025
પાકિસ્તાનમાં પેટ્રોલ ૨૭૫.૬૦ રૂપિયા પ્રતિ લિટર છતાં ભારત કરતા સસ્તું કેમ ?
પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલનો ભાવ ભારતીય ચલણમાં સરેરાશ ૭૬.૩૩ રૂપિયા છે. જ્યારે, ભારતમાં સૌથી સસ્તું તેલ વેચાતું શહેર પોર્ટ બ્લેરમા ૮૨.૪૬ રૂપિયા છે. એટલે કે પાકિસ્તાનમાં પેટ્રોલ પોર્ટ બ્લેર કરતા સસ્તું છે

નવી દિલ્હી,તા.૧૫: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે એટલે કે ૧૫ મે ૨૦૨૫ ના રોજ, દેશમાં કયાંય પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે. આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં પેટ્રોલનો ભાવ ૮૨.૪૬ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૮.૦૫ રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે, દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૭ રૂપિયા અને ડીઝલ ૮૭.૬૭ રૂપિયા પર સ્થિર છે. બીજી તરફ, કાચા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૧.૨૪ ટકા ઘટીને ઼૬૫.૨૭ પર પહોંચી ગયું છે. જ્યારે, WTI ૧.૩૬% ઘટીને $૬૨.૨૯ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો છે.
પાકિસ્તાનમાં પેટ્રોલનો હાલનો ભાવ પ્રતિ લિટર લગભગ ૨૭૫.૬૦ રૂપિયા છે, છતાં તે ભારતમાં વેચાતા સૌથી સસ્તા પેટ્રોલ કરતાં સસ્તો છે. ૧૫ મે, ૨૦૨૫ એટલે કે આજે, એક ભારતીય રૂપિયો લગભગ ૩.૪૫ પાકિસ્તાની રૂપિયા બરાબર છે. ભારતીય રૂપિયામાં સમકક્ષ કિંમતની ગણતરી કરવા માટે, તમે પ્રતિ લિટર પાકિસ્તાની રૂપિયાને વિનિમય દરથી વિભાજીત કરો છો અને તે ફક્ત રૂ.૮૧.૪૦ થશે.
સૌથી મોંઘુ અને સૌથી સસ્તુ પેટ્રોલ
વિશ્વના સૌથી મોંઘા અને સૌથી સસ્તા પેટ્રોલના ભાવ વચ્ચે ૧૦૦ ગણાથી વધુનો તફાવત છે. કેટલીક જગ્યાએ પેટ્રોલનો ભાવ ૩ રૂપિયા -તિ લિટરથી ઓછો છે તો કેટલીક જગ્યાએ ૩૦૦ રૂપિયાની નજીક છે. ગ્લોબલ પેટ્રોલ -ાઇસ ડોટ કોમ અનુસાર, દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ ઈરાનમાં ૨.૩૨ રૂપિયા -તિ લિટર છે. જ્યારે, વિશ્વનું સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં ભારતીય રૂપિયામાં ૨૯૨.૭૭ રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.
ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચતા શહેરો
પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓઃ રૂ.૮૨.૪૬ પ્રતિ લિટર, ઇટાનગર, અરુણાચલ પ્રદેશઃ રૂ. ૯૦.૮૭ પ્રતિ લિટર, સિલ્વાસા, દાદરા અને નગર હવેલીઃ રૂ.૯૨.૩૭ પ્રતિ લિટર, દમણ, દમણ અને દીવઃ રૂ.૯૨.૫૫ પ્રતિ લિટર, હરિદ્વાર, ઉત્તરાખંડઃ રૂ.૯૨.૭૮ પ્રતિ લિટર, રૂદ્રપુર, ઉત્તરાખંડઃ રૂ.૯૨.૯૪ પ્રતિ લિટર ઉના, હિમાચલ પ્રદેશઃ રૂ.૯૩.૨૭ પ્રતિ લિટર, દેહરાદૂન, ઉત્તરાખંડઃ રૂ.૯૩.૩૫ પ્રતિ લિટર, નૈનીતાલ, ઉત્તરાખંડઃ રૂ.૯૩.૪૧ પ્રતિ લિટર
ષાોતઃ ઇન્ડિયન ઓઇલ
ભારતમાં સૌથી સસ્તું ડીઝલ વેચતા શહેરો
પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓઃ રૂ.૭૮.૦૫ પ્રતિ લિટર ઇટાનગર, અરુણાચલ પ્રદેશઃ રૂ.૮૦.૩૮ પ્રતિ લિટર, જમ્મુ, જમ્મુ અને કાશ્મીરઃ રૂ.૮૧.૩૨ પ્રતિ લિટર, સામ્બા, જમ્મુ અને કાશ્મીરઃ રૂ.૮૧.૫૮ પ્રતિ લિટર, કઠુઆ, જમ્મુ અને કાશ્મીરઃ રૂ.૮૧.૯૭ પ્રતિ લિટર, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીરઃ રૂ.૮૨.૧૫ પ્રતિ લિટર, ચંદીગઢઃ રૂ.૮૨.૪૪ પ્રતિ લિટર, રાજૌરી, જમ્મુ અને કાશ્મીરઃ રૂ.૮૨.૬૪ પ્રતિ લિટરસ્ત્રોતઃ ઇન્ડિયન ઓઇલ.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
