News of Thursday, 15th May 2025
બહેરાઈચમાં સાલાર ગાઝી મેળા પર પ્રતિબંધ : હાઈકોર્ટમાં આજે સુનાવણી

લખનૌ : ઉત્તર પ્રદેશના બહેરાઈચમાં સાલાર ગાઝીના વાર્ષિક મેળા પર લગાવવામાં આવેલા પ્રતિબંધના મુદ્દે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે.
આ મેળો દર વર્ષે હજારો લોકોને આકર્ષે છે, તેના પર સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેની સામે કેટલાક સ્થાનિક લોકોએ કોર્ટમાં અરજી કરી છે.
આ પ્રતિબંધનું કારણ જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું જણાવવામાં આવ્યું છે.
જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાકે વહીવટના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોર્ટનો નિર્ણય આ મુદ્દે મહત્વની અસર કરી શકે છે, કારણ કે આ મેળો ધાર્મિક અને સાંસ્કળતિક રીતે મહત્વનો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
