તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Thursday, 15th May 2025
ચક્રવાત ‘શકિત'ના આગમનથી દેશમાં વરસાદની મોસમની શરૂઆતનો સંકેત
અંદામાનના દરિયામાં ચક્રવાત સિસ્ટમ્સ ૨૩થી ૨૮મે વચ્ચે ચક્રવાતમાં ફેરવાશે

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી હતી કે દક્ષિણ-પヘમિ ચોમાસું સત્તાવાર રીતે આવી ગયું છે. ચક્રવાત ‘‘શક્તિ''ની અસર બંગાળની ખાડીના દક્ષિણી ભાગો, દક્ષિણી આંદામાન સાગર, નિકોબાર ટાપુઓ અને ઉત્તરી આંદામાન સાગરના કેટલાક વિસ્તારોમાં જોવા મળી છે. ચક્રવાત ‘‘શકિત''ના આગમનથી ભારતમાં વરસાદની મોસમની શરૂઆતનો સંકેત મળી રહ્યો છે, જે ભીષણ ગરમીમાં ઘણી રાહત આપશે અને સમગ્ર દેશમાં કળષિ પ્રવળત્તિને વેગ આપશે.
દરમિયાન, હવામાન વૈજ્ઞાનિકો બંગાળની ખાડી પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જ્યાં આંદામાન સાગર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થયું છે. આઇએમડીની આગાહીઓ અને બાંગ્લાદેશી હવામાન વૈજ્ઞાનિક મુસ્તફા કમાલ પલાશ સહિત પ્રાદેશિક નિષ્ણાતો અનુસાર ૧૬ થી ૨૨ મે વચ્ચે એક નીચા દબાણની સિસ્ટમ્સ બનવાની સંભાવના છે. આ સિસ્ટમ્સ ૨૩ થી ૨૮ મે વચ્ચે એક ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેને કામચલાઉ રૂપ‘‘શક્તિ''નામ આપવામાં આવ્યું છે.
આઇએમડી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચક્રવાત ૨૪ થી ૨૬ મે વચ્ચે ભારતમાં ઓડિશા અને પヘમિ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ બાંગ્લાદેશમાં ખુલના અને ચટગાંવમાં સંભવિત ખતરો ઊભો કરી શકે છે. જો કે, આઇએમડીએ હજી સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી, પરંતુ તે પરિસ્થિતિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
આઇએમડીએ એ પણ જણાવ્યું છે કે ચોમાસાની ઉત્તરી સીમા સતત આગળ વધી રહી છે અને આગામી ૩-૪ દિવસોમાં દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ ક્ષેત્ર, મધ્ય બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના બાકીના ભાગોમાં તેના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં સતત પ્રી-મોન્સૂન વરસાદને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને કોલકાતામાં ૧૫ મેની સાંજથી ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
