<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

પાકિસ્તાનથી ભારતમાં ધૂળનું તોફાન ત્રાટક્યું : દિલ્હી સહિત અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર

ઉત્તર પાકિસ્તાનથી આવેલું તોફાન પંજાબ, હરિયાણા થઈ દિલ્હી NCR પહોંચ્યું : અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી

નવી દિલ્હી, તા. ૧૫ મે, ૨૦૨૫: પાકિસ્તાનથી આવેલું એક મોટું ધૂળનું તોફાન ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગયું છે, જેના કારણે દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પાકિસ્તાનમાં શરૂ થયેલું આ તોફાન પંજાબ અને હરિયાણા થઈને દિલ્હી NCR તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે આ રાજ્યોમાં પશ્ચિમ તરફથી જોરદાર પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ધૂળનું તોફાન ધીમે ધીમે પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે પાલમમાં દૃશ્યતામાં થોડો સુધારો થયો છે, જે હાલમાં ૪૦૦૦ મીટર છે. જો કે, અગાઉ અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘણી ઓછી થઈ ગઈ હતી. પીટીઆઈએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ તોફાનનો એક વીડિયો શેર કર્યો હતો. કેટલાક અહેવાલો અનુસાર, આ તોફાનની અસર દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં પણ જોવા મળી હતી.
આજે દેશના અન્ય ભાગોમાં હવામાનની વાત કરીએ તો, ૧૫ મે ૨૦૨૫ના રોજ આસામ, મેઘાલય અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વી મધ્ય પ્રદેશમાં તીવ્ર ગરમીની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં જોરદાર તોફાન અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

 

(5:02 PM IST)