News of Friday, 16th May 2025
સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કચ્છમાં: ભુજ એરફોર્સ સ્ટેશનના જવાનોનો હોંસલો કરશે બુલંદ
કચ્છના ભુજ અને નલિયા એરફોર્સ ઉપરના ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવાયા હતા : ભારતીય સેનાએ જોમ અને જુસ્સા સાથે પરાક્રમ દર્શાવી પાકિસ્તાનને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અને તણાવ દરમ્યાન ભારતીય સેનાએ જોમ અને જુસ્સા સાથે પરાક્રમ દર્શાવી પાકિસ્તાનને પીછેહઠ કરવાની ફરજ પાડી. સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સના આ અદમ્ય સાહસને બિરદાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહ સૈન્ય મથકોની મુલાકાત લઈ જવાનોનો હોંસલો બુલંદ બનાવી રહ્યા છે. એ અંતર્ગત રાજનાથસિંહ આજે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈ વાયુસેનાના જવાનોને મળશે. તેઓ દિલ્હી થી સીધા જ લશ્કરી વિમાનમાં સવારે ૧૦/૩૦ વાગ્યે ભુજ એરફોર્સ સ્ટેશને આવી પહોંચશે. ત્યાર બાદ ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન જવાનોને મળશે. ૧૨/૩૦ વાગ્યે તેઓ પરત દિલ્હી જવા નીકળી જશે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
