<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

એક્‍સપોર્ટર પાસે જીએસટી અને સેસ વસૂલાત કરવાના નિયમમાં વિસંગતતા

મર્ચન્‍ટ એક્‍સપોર્ટર પાસેથી જીએસટી પેટે ફક્‍ત ૦.૧ ટકાની જ વસૂલાત : સેસ પેટે ૧૬૦ ટકાની કરવામાં આવતી વસૂલાત મુદ્દે નિયમ બનાવવા હાઇકોર્ટની ટકોર

મુંબઈ,તા.૧૬: એક્‍સપોર્ટર પાસેથી ઓછો ટેક્‍સ વસૂલાત કરવામાં આવે તો જ એક્‍સપોર્ટ વધે તેવા આશયથી નિયમો બનાવવામાં આવ્‍યા છે. પરંતુ તેઓ પાસેથી વસૂલ કરવામાં આવતા સેસમાં ઓછો સેસ વસૂલ કરવામાં આવે તે માટેના નિયમો જ બનાવવામાં આવ્‍યા નહીં હોવાના કારણે એક્‍સપોર્ટરોએ ટેક્‍સની ચુકવણી માટે જ વધુ નાણાં ચૂકવવા પડી રહ્યા છે.

આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવતા હાઈકોર્ટે પણ તેને માટેના નિયમો બનાવવા માટેની ટકોર જીએસટી કાઉન્‍સિલને કરી છે. મર્ચન્‍ટ એક્‍સપોર્ટ કરનાર પાસે ૦.૧ ટકા રકમ જ જીએસટી પેટે વસૂલ કરવામાં આવે છે. તે માટેનું કારણ એવું છે કે એક્‍સપોર્ટ કરનાર વેપારીઓ પાસેથી ઓછો ટેક્‍સ વસૂલાત કરવામાં આવે તો તેઓ વધુમાં વધુ એક્‍સપોર્ટ કરી શકે. પરંતુ તેઓ પાસેથી સેસની રકમ પેટે ૨ ટકાથી લઈને ૧૬૦ ટકા રકમ સુધીનો સેસ વસૂલવામાં આવતો હોય છે. તેમાં પણ તમાકુને લગતા ઉત્‍પાદન એક્‍સપોર્ટ કરવામાં આવે તો ૨૮ ટકા જીએસટી વસૂલાતનો નિયમ છે પરંતુ એક્‍સપોર્ટર પાસેથી ફક્‍ત ૦.૧ ટકા જ ટેક્‍સ વસૂલ કરવામાં આવે છે. તે ઉપરાંત ૧૬૦ ટકા સેસ પેટે વસૂલાત કરવામાં આવતો હોય છે. તે રકમના રિફંડ માટે એક્‍સપોર્ટરે અધિકારી પાસે જવું પડતું હોય છે. તે રિફંડ આવતા નિયમ પ્રમાણે ત્રણ મહિનાનો સમય વીતી જાય છે.

આ કારણોસર તેઓની મોટી રકમ જીએસટી વિભાગમાં જમા પેટે રહેતા હોય છે. તેના બદલે જીએસટીમાં જે રીતે વસૂલાત ૦.૧ ટકા કરવામાં આવે છે તેવી જ રીતે સેસમાં પણ આ જ પ્રમાણેની વસૂલાત કરવામાં આવે તે મુદ્દે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તે અંગે હાઈકોર્ટે સેસ માટેના નિયમો બનાવવા માટે જીએસટી કાઉન્‍સિલને ટકોર કરી.(૪૦.૨)

(9:49 AM IST)