<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

IAS બનવાનું સપનું છોડી શરૂ કરી ચાની રેકડી, હવે છે ?૧૫૦ કરોડનું ટર્નઓવર

મધ્‍યપ્રદેશના રીવા શહેરના અનુભવ દુબેના પિતા ઇચ્‍છતા હતા કે તે શ્‍ભ્‍લ્‍ઘ્‍ પાસ કરે અને IAS બને. પણ અનુભવના ભાગ્‍યમાં કંઈક બીજું જ લખેલું હતું : આજે તેઓ ચાય સુટ્ટા બારના સહ-સ્‍થાપક છે અને કંપનીનું ટર્નઓવર રૂ.૧૫૦ કરોડ છે

નવી દિલ્‍હી તા.૧૬: પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે એક છોકરો IAS બનવાનું સ્‍વપ્‍ન લઈને દિલ્‍હી આવે છે. તેના પરિવારને વિશ્વાસ હતો કે, તે IAS અધિકારી જરૂર બનશે. પરંતુ નિયતિએ તેમના માટે કંઈક બીજું જ નક્કી કર્યું હતું. IAS ની તૈયારી કરતી વખતે તેને એક મિત્રનો ફોન આવે છે. મિત્ર કહે છે, ચાલ, ચા વેચવાનું શરૂ કરીએ. જો ત્‍યાં કોઈ બીજો વ્‍યક્‍તિ હોત તો તેણે કહ્યું હોત, ભાઈ મજાક કરવાનું બંધ કર અને તારું કામ કર, મને IAS ની તૈયારી કરવા દે. પણ... આ છોકરાએ કંઈક અલગ જ કર્યું. મિત્રની સલાહ માનીને તેણે IASની તૈયારી છોડી દીધી. ચાની એક નાની રેકડી લગાવી અને નામ આપવામાં આવ્‍યું ચાય સુટ્ટા બાર. છોકરાનું નામ અનુભવ દુબે છે. તમને વિશ્વાસ નહીં આવે કે આજે તે જ રેકડ ૧૫૦ કરોડ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીમાં ફેરવાઈ ગઈ છે.

અનુભવ દુબે મધ્‍યપ્રદેશના રીવા શહેરનો છે અને એક સાધારણ વેપારી પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઇચ્‍છતા હતા કે તેમનો દીકરો IAS બને, તેથી B.Com પૂર્ણ કર્યા પછી અનુભવને UPSCની તૈયારી માટે દિલ્‍હી મોકલી દીધો. તેને શરૂઆતમાં UPSC પરીક્ષાઓમાં સફળતા ન મળી. UPSC હોય, IIT હોય કે IIM, દરેક જગ્‍યાએ અનુભવને નિષ્‍ફળતાનો સામનો કરવો પડ્‍યો. ભાગ્‍યમાં કંઈક બીજું જ લખેલું હતું. આ દરમિયાન તેના કોલેજના મિત્ર આનંદ નાયકે તેને ચા વેચવાનો જૂનો વિચાર યાદ કરાવ્‍યો. અનુભવ દુબેએ આ વિશે ગંભીરતાથી વિચાર્યું અને દિલ્‍હીમાં બધું છોડીને ઇન્‍દોર પાછા ફરવાનું નક્કી કર્યું.

માત્ર ૩ લાખ રૂપિયાથી કરી શરૂઆત

વર્ષ ૨૦૧૬માં બંનેએ મળીને ફક્‍ત ૩ લાખ રૂપિયા ભેગા કર્યા અને ઇન્‍દોરના ભંવરકુઆં વિસ્‍તારમાં એક નાનો ચાનો સ્‍ટોલ ખોલ્‍યો. દુકાનનું ભાડું દર મહિને ૧૮૦૦૦ રૂપિયા હતું. પૈસાની તંગી હતી, તેથી તેણે દુકાનને જાતે જ પેઇન્‍ટ કરી, જૂના ફર્નિચરનો ઉપયોગ કર્યો અને લાકડા પર હાથથી Chai Sutta Bar લખ્‍યું. નામમાં ‘‘સુટ્ટા'' શબ્‍દ હોવા છતાં, દુકાનમાં બીડી કે સિગારેટ નહોતી મળતી ફક્‍ત ચા મળતી હતી.

તેની ચાનો અંદાજ થોડો ખાસ હતો. માટીના કુલ્‍હડમાં ચા આપવાથી માત્ર દેશી ફિલિંગ્‍સ જ નહોતી મળતી, પરંતુ માટીના વાસણો બનાવતા પરિવારોને રોજગાર પણ મળતો હતો. ધીમે ધીમે બંને મિત્રોએ મસાલા, આદુ, એલચી જેવી પરંપરાગત ચા સાથે ચોકલેટ, કેસર, તુલસી, ગુલાબ અને પાન સ્‍વાદ જેવી અનોખી ચા વેચવાનું શરૂ કર્યું. તેની સાથે મેગી, પાસ્‍તા, બર્ગર અને સેન્‍ડવિચ જેવા ફાસ્‍ટ ફૂડ પણ ઉપલબ્‍ધ છે. ફાસ્‍ટ ફૂડ અને ચાનું કોમ્‍બિનેશન યુવાનોને આકર્ષવા લાગ્‍યું.

ધીમે ધીમે ચાય સુટ્ટા બારનું નામ પ્રખ્‍યાત થવા લાગ્‍યું. આજે દેશના ૧૯૫ શહેરોમાં તેના ૪૦૦થી વધુ આઉટલેટ્‍સ છે. માત્ર ભારતમાં જ નહીં, તેમની દુકાનો દુબઈ, ઓમાન, કેનેડા, નેપાળ અને યુકેમાં પણ છે. દરરોજ ૮૦,૦૦૦ થી વધુ કપ ચા વેચાય છે અને કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૫૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

એટલું જ નહીં તેણે ૧૫૦૦થી વધુ લોકોને નોકરી આપી છે, જેમાં એન્‍જિનિયર અને MBA જેવા પ્રોફેશનલ્‍સનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે તેમણે અપંગ અને પછાત વર્ગના લોકોને પણ કામ આપ્‍યું છે. તેમણે મહિલા કર્મચારીઓને પીરિયડ લીવ આપવાની પહેલ પણ શરૂ કરી છે.

કોવિડ-૧૯ દરમિયાન ઘણી દુકાનો બંધ કરવી પડી અને ૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું ત્‍યારે પણ તેમણે હાર ન માની. તેમણે પોલીસ અને આરોગ્‍ય કર્મચારીઓને મફત ચા આપી, સોશિયલ હાલમાં જ સોશ્‍યલ મીડિયા પર એક પોસ્‍ટ દ્વારા તેમણે કહ્યું કે, તેઓ ૯-૫ નોકરી કરનારા લોકોની ફોજ બનાવવા માંગતા નથી, પરંતુ તેઓ જુસ્‍સાથી ભરેલી ટીમ બનાવવા માંગે છે. તેમના આ વિચાર માટે કેટલાક લોકો તેમની મજાક ઉડાવે છે, તો કેટલાક લોકો સરાહના પણ કરે છે.

અનુભવ દુબે આજે એક આઇકોન બની ગયા છે. તેમની કુલ સંપત્તિ આશરે ૧૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે અને તેઓ હવે કાફી-લા માટીઆ અને ટેક માસ્‍ટર ગોગો જેવા અન્‍ય બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.

શરૂઆતના તબક્કામાં નાણાકીય મુશ્‍કેલીઓ અને કઠિન કોમ્‍પિટિશન હતું. ફક્‍ત ચા અને નાસ્‍તાની બ્રાન્‍ડ બનાવવી એ સરળ કામ નહોતું. તેની આગળ વધુ મુશ્‍કેલીઓ હતી. નાર્કોટિક્‍સ ટીમે તેના સ્‍થળ પર બે વાર દરોડા પાડ્‍યા હતા. ‘‘ચાય સુટ્ટા બાર'' નામમાં સુટ્ટા શબ્‍દ છે, જે દર્શાવે છે કે અહીં સિગારેટ અથવા અન્‍ય નશીલા તમાકુ ઉત્‍પાદનો પણ પીરસવામાં આવે છે. પરંતુ દર વખતે તેને ક્‍લીનચીટ મળી અને નાર્કોટિક્‍સ ટીમને તપાસમાં કંઇ જ ખોટું ન મળ્‍યું.(૩૮.૧૧)

(10:05 AM IST)