<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

રાજસ્‍થાનમાં ૧૮ થી ર૦ જુન સુધીમાં ચોમાસાની એન્‍ટ્રી

બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ચોમાસાની એન્‍ટ્રીઃ ત્રણ-ચાર દિવસ વધુ ભાગોમાં આગળ વધશે : દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે પરિસ્‍થિતિ સાનુકુળ

નવી દિલ્‍હીઃ આ વખતે દક્ષિણ પヘમિ ચોમાસુ વહેલુ઼ દસ્‍તક આપે તેવા સંકત મળી રહયા છે. ચોમાસુ બંગાળની ખાડીના દૅિક્ષણના ભાગો અને નિકોબાર દ્વીપસમુહ સુધી પહોંચી ગયું છે. ત્રણ-ચાર દિવસમાં વધુ આગળ વધી શકે છે. ર૭ મેં ના કેરળ પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ રાજસ્‍થાનમાં ચોમાસાની એન્‍ટ્રી ૧૮ થી ર૦ જૂન સુધીમાં થઇ શકે છે. આ પહેલા ઘણા રાજયોમા઼ વરસાદ પડી શકે છે. છેલ્લા બે દિવસમાં નિકોબાર દ્વીપસમુહમાં મધ્‍યમથી ભારે વરસાદ પડયો છે.

આઇએમડી જણાવે છે કે આગામી ત્રણ-ચાર દિવસમાં દક્ષિણ અરબસાગર અને દક્ષિણ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે પરિસ્‍થિતિ સાનુકુળ છે. ઝારખંડમાં આજે વરસાદનું અનુમાન છે. કેરળમાં ર૭ મેં સુધી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આ પહેલા જણાવી દીધુ હતું કે આ વખતે ચોમાસાની સિઝનમાં સામાન્‍યથી વધુ વરસાદ પડશે. અલનીનો અસરકર્તા નથી.

દક્ષિણ પヘમિ ચોમાસું સામાન્‍યતઃ ૧ જૂને કેરળમાં દસ્‍તક આપતું હોય છે. આ વર્ષે જો એ સમય કરતા પહેલા પહોંચી જાય તો ર૦૦૯ પછી પ્રથમ વખત એવુ બનશે .ર૦૦૯ માં ચાોમાસાએ ર૩ મેં ના દસ્‍તક દીધી હતા. ભારતમાં ચોમાસાના આગમનની ઘોષણા ત્‍યારે થાય છે જયારે કેરળમાં પહોંચે છે. દક્ષિણ પヘમિ  ચોમાસું ૮ જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં બેસી જતું હોય છે.

બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, નિકોબાર દ્વીપસમુહ અને અંદામાન સાગર ઉપર હવાનું પ્રમાણ વધ્‍યું છે. જેના લીધે ચોમાસુ ઝડપથી આગળ વધવાની સંભાવના છે. આ ભાગોમાં ‘આઉટગોઇંગ લોન્‍ગવેવ રેડિએશન' ઓછું થયું છે. જે વાદળો છવાયેલા રહે તેવો સંકેત છે. ‘આઉટગોઇંગ લોન્‍ગવેવ રેડિએશન' પૃથ્‍વી પરથી નિકળનારી ઉર્જાનો માપ છે જે ચોમાસાની સ્‍થિતિને મજબૂત કરવાનો ઇશારો  કરે છે. (૩૬-૭)

(10:55 AM IST)