<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

મુંબઈ એરપોર્ટ પર ટિકિટના ભાવમાં વધારોઃ આશરે રૂ.૭,૬૦૦ કરોડની વસૂલાતની ધારણા

મુસાફરોએ યુડીએફ તરીકે ૧૭૫ રૂપિયા ચૂકવવા પડશેઃ જ્‍યારે આંતરરાષ્‍ટ્રીય આઉટબાઉન્‍ડ ફ્‌લાયર્સને ૬૧૫ રૂપિયા ચૂકવવા પડશે

મુંબઈ, તા.૧૬: તમે પણ મુંબઈથી હવાઈ મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારે માટે છે. એરપોર્ટ ફાઇનાન્‍સિયલ રેગ્‍યુલેટરી ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલ યુઝર ડેવલપમેન્‍ટ ફીના અમલીકરણને કારણે મુંબઈથી રવાના થનારી ડોમેસ્‍ટિક અને ઇન્‍ટરનેશનલ ઉડાનોની ટિકિટના ભાવ આજથી વધવાના છે. આ પ્રાઇઝ ૩૧ માર્ચ ૨૦૨૯ સુધી લાગુ રહેશે.

પેસેન્‍જર ફેસિલિટી ક્રિએશન ફીને કારણે મુસાફરોએ સ્‍થાનિક મુસાફરી માટે ૧૭૫ રૂપિયા અને આંતરરાષ્‍ટ્રીય મુસાફરી માટે ૬૧૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ વધારાનો ચાર્જ હવાઈ ભાડામાં સામેલ કરવામાં આવશે.

આ ફી વધારાને ધ્‍યાનમાં રાખતાં ડોમેસ્‍ટિક ટિકિટ માટે ૨૫૦ રૂપિયા અને આંતરરાષ્‍ટ્રીય મુસાફરી માટે ૮૭૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ફી સામાન્‍ય રીતે એરપોર્ટથી ઉડાન ભરતા મુસાફરોની ટિકિટ પર વસૂલવામાં આવે છે. જોકે, આ ચાર્જ મુંબઈ એરપોર્ટ પર આવવા-જવા બંને મુસાફરી પર વસૂલવામાં આવશે.

સુધારેલા ટેરિફ અંતર્ગત ડોમેસ્‍ટિક આઉટબાઉન્‍ડ મુસાફરોએ યુડીએફ તરીકે ૧૭૫ રૂપિયા ચૂકવવા પડશે, જ્‍યારે આંતરરાષ્‍ટ્રીય આઉટબાઉન્‍ડ ફ્‌લાયર્સને ૬૧૫ રૂપિયા ચૂકવવા પડશે. આવનારા મુસાફરોને સ્‍થાનિક આગમન માટે ૭૫ રૂપિયા અને આંતરરાષ્‍ટ્રીય આગમન માટે ૨૬૦ રૂપિયા યુડીએફ ચૂકવવા પડશે.

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્‍ટરનેશનલ એરપોર્ટના સંચાલક, અદાણી એરપોર્ટ હોલ્‍ડિંગ્‍સ લિમિટેડની પેટાકંપની, મુંબઈ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ  એ મુંબઈ એરપોર્ટ પર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ અને ટેકનોલોજી અપગ્રેડેશન પ્રોજેક્‍ટ્‍સને ભંડોળ પૂરું પાડવા માટે આ ફી વસૂલવાનો પ્રસ્‍તાવ મૂકયો હતો. એમ જોતાં ડોમેસ્‍ટિક મુસાફરો માટે ૩૨૫ રૂપિયા અને આંતરરાષ્‍ટ્રીય મુસાફરો માટે ૬૫૦ રૂપિયા ફીનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો હતો. આ ભાડા વધારાથી શૌચાલયથી લઈને સુવિધાઓ સુધીના પ્રવાસના અનુભવમાં સુધારો થશે કે કેમ તે અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

આમ, એરપોર્ટ ફાઇનાન્‍શિયલ રેગ્‍યુલેટરી ઓથોરિટીએ પેસેન્‍જર ફેસિલિટી ડેવલપમેન્‍ટ ફી (યુઝર ડેવલપમેન્‍ટ ફી)માં વધારો કરવાની મંજૂરી આપી હોવાથી મુંબઈથી સ્‍થાનિક મુસાફરી કરતા મુસાફરોએ હવે આંતરરાષ્‍ટ્રીય મુસાફરી માટે ૧૭૫ રૂપિયા અને ૬૧૫ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ વધારો આજે શુક્રવારથી અમલમાં આવવાનો છે. અને આ વધારાનો ચાર્જ વિમાનની ટિકિટમાં સામેલ કરવામાં આવશે.

આમ તો આ ફી સામાન્‍ય રીતે એરપોર્ટથી ઉડાન ભરતા મુસાફરોની ટિકિટ પર વસૂલવામાં આવે છે. જોકે, આ ફી મુંબઈ એરપોર્ટ પર આઉટબાઉન્‍ડ અને ઇનબાઉન્‍ડ બંને ટ્રિપ્‍સ પર વસૂલવામાં આવશે.

એકંદરે આ નવા અને સુધારેલા યુડીએફ સ્‍ટ્રક્‍ચરથી કુલ અંદાજિત રોકાણમાંથી આશરે ?૭,૬૦૦ કરોડની વસૂલાત થવાની ધારણા છે. આ પગલું ભારતના સૌથી વ્‍યસ્‍ત હવાઇમથકોમાંના એક એવા મુંબઈ એરપોર્ટના આધુનિકીકરણ અને ટકાઉપણાના લક્ષ્યોને ટેકો આપશે એવું જણાઇ રહ્યું છે.

(4:33 PM IST)