News of Friday, 16th May 2025
દિલ્હી NCRમાં હવામાન બદલાયું :ભારે પવન સાથે વરસાદ:ઓરેન્જ એલર્ટ:એરપોર્ટની એડવાઈઝરી જારી
દિલ્હી અને NCRમાં 50 કિમી/કલાકની ઝડપે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી :મુસાફરોને સમય બચાવવા અને વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો જેવા વૈકલ્પિક પરિવહન માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ

નવી દિલ્હી :દિલ્હી-એનસીઆરમાં હવામાન અચાનક બદલાઈ ગયું છે. ભારે પવન સાથે પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને NCRમાં 50 કિમી/કલાકની ઝડપે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જાહેર કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે વરસાદ, વાવાઝોડા, ભારે પવન અને ધૂળની આંધીની શક્યતાની આગાહી કરી છે. શુક્રવારે દિલ્હીમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. શુક્રવારે સાંજે રાજધાનીના કેટલાક ભાગોમાં ભીષણ ગરમી બાદ અચાનક હવામાન બદલાયું અને ભારે પવન સાથે ભારે વરસાદ શરૂ થયો.
દરમિયાન દિલ્હી એરપોર્ટ (IGI) દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આમાં, મુસાફરોને જાણ કરવામાં આવી છે કે દિલ્હીમાં ખરાબ હવામાન (તીવ્ર પવન અને વરસાદ) ને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. એરપોર્ટની ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને વધુ સારો અને સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટે સતત કાર્યરત છે. મુસાફરોને સમય બચાવવા અને વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો જેવા વૈકલ્પિક પરિવહન માધ્યમોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત, ફ્લાઇટ્સ વિશે અપડેટ માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો.
હવામાન વિભાગે લોકોને સાવધ રહેવાની અને ખુલ્લી જગ્યાઓ અને બાંધકામ સ્થળોએ ખાસ કાળજી લેવાની સલાહ આપી છે કારણ કે ધૂળના તોફાનો વિઝિબલિટી અસર કરી શકે છે અને વૃક્ષો અથવા નબળા મકાન પડી શકે છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
