News of Saturday, 17th May 2025
૪ માસમાં ૭૬ ટ્રેપમાં ૧૦૯ સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા
ACBના ૯ એકમની સફળ ટ્રેપને કારણે સરકારી અધિકારીઓમાં ફફડાટ : ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અભિયાનને ACBએ આગળ ધપાવ્યું

નવી દિલ્હી,તા.૧૭: એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ગુજરાત રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી આદરી છે. ACBના ૯ એકમ પૈકીના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, સુરત, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને બોર્ડર એકમમાં ACBની ટીમે કડક કામગીરી કરતા સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામ એકમોના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં લાંચ માગતા અધિકારીઓને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. નાગરિકો પાસે લાંચ માગનાર સરકારી કર્મીઓ સામે ટ્રેપ ગોઠવીને ધરપકડ કરવામાં આવી છે. આ સંજોગોમાં ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી એપ્રિરલ માસ સુધીમાં ACBના તમામ ૯ એકમમાં કુલ ૭૬ ટ્રેપ કરવામાં આવી છે. ૭૬ ટ્રેપમાં ૧૦૯ અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
એન્ટી કરપ્શન બ્યૂરોએ ૨૦૨૫ના જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર એકમમાં સૌથી વધુ ટ્રેપ કરીને લાંચિયા સરકારી અધિકારીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે. નોંધનીય છે કે ખ્ઘ્ગ્ના ગાંધીનગર એકમમાં સમાવેશ થતાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી-મોડાસા એકમમાં કુલ ૧૬ ટ્રેપ કરીને ૨૫ કર્મીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદ એકમમાં કુલ ૧૫ ટ્રેપ કરીને ૨૧ કર્મીઓને દબોચી લીધા છે. છેલ્લા ચાર મહિનામાં ACBએ કુલ ૭૬ ટ્રેપ કરીને ૧૦૯ લાંચિયા કર્મીઓને ધરપકડ કરી છે.(૪૦.૩)
સૌથી વધુ અધિકારીઓ, કર્મીઓ ગાંધીનગર અને અમદાવાદમાંથી ઝડપાયા
સૌથી વધુ લાંચિયા સરકારી કર્મીઓ, અધિકારીઓ ગાંધીનગરમાં ઝડપાયા છે. બીજા ક્રમાંકે અમદાવાદ એકમમાં લાંચ લેતા સરકારી અને ખાનગી વ્યક્તિઓ હોવાના આંકડા છે. ભાવનગર અને જૂનાગઢ એકમમાં છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછી ટ્રેપ કરવામાં આવી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
