News of Saturday, 17th May 2025
કેદારનાથ ધામમાં ફરી હેલિકોપ્ટર ક્રેશ : ઇમર્જન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ :હેલિપેડથી માત્ર 20 મીટર દૂર દુર્ઘટના : જુઓ વિડિઓ
દર્દીને કેદારનાથ ધામથી ઋષિકેશ એઇમ્સ લઇ જતી વેળાએ દુર્ઘટના : એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા: તમામનો આબાદ બચાવ

Heli ambulance accident in Kedarnath Dham#kedarnath pic.twitter.com/vtiBXzme5O
— Priyathosh Agnihamsa (@priyathosh6447) May 17, 2025
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે એર એમ્બ્યુલન્સ હોવાનું કહેવાય છે.
આ એમ્બ્યુલન્સ ઋષિકેશ એઈમ્સની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દર્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા કેદારનાથ ધામથી ઋષિકેશ એઈમ્સ લઈ જવામાં આવી રહ્યો હતો. હેલિકોપ્ટરમાં પાઇલટ, દર્દી અને ડૉક્ટર હાજર હતા
હેલિકોપ્ટરનો પાછળનો ભાગ અચાનક તૂટી ગયો, જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ થયું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડથી માત્ર 20 મીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી જોકે, રાહતની વાત છે કે હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
