<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

પેલેસ્‍ટિનિયનોને લિબિયામાં કાયમ માટે વસાવવા તૈયારીઃ ટ્રમ્‍પની યોજના

 

ન્‍યૂયોર્ક, તા.૧૭: અમેરિકામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વહીવટીતંત્ર યુદ્ધગ્રસ્‍ત ગાઝા પટ્ટીમાંથી લગભગ ૧૦ લાખ પેલેસ્‍ટિનિયનોને કાયમી ધોરણે લિબિયામાં સ્‍થળાંતર કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ બાબતથી પરિચિત પાંચસ્ત્રોતોને ટાંકીને આ માહિતી આપી હતી.  અહેવાલ મુજબ, ચર્ચાઓની સીધી જાણકારી ધરાવતા બે લોકો અને એક ભૂતપૂર્વ યુએસ અધિકારીએ જણાવ્‍યું હતું કે આ યોજના પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે, અને યુએસ અને લિબિયન નેતળત્‍વ વચ્‍ચે વાટાઘાટો પહેલાથી જ ચાલી રહી છે.

માહિતી અનુસાર યુએસ સરકાર પેલેસ્‍ટિનિયનોના પુનર્વસનના બદલામાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં બ્‍લોક કરાયેલા લિબિયાને અબજો ડોલરના ભંડોળ મુક્‍ત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી અને ઇઝરાયેલને વહીવટીતંત્રની ચર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી છે. જોકે, યુએસ સરકારના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે, આ અહેવાલો ખોટા છે. આવી કોઈ યોજના માટે કોઈ પાયાનો આધાર નથી અને આ બાબતે કોઈ ચર્ચા પણ થઈ નથી. આ સમાચારોનો કોઈ અર્થ નથી.(૨૩.૨૨)

(2:44 PM IST)