<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

વાનખડે સ્‍ટેડીયમમાં રોહિત શર્માના માતા-પિતાએ કર્યુ સ્‍ટેન્‍ડનું ઉદ્‌ઘાટનઃ દેવેન્‍દ્ર ફડણવીસની ઉપસ્‍થિતિઃ હીટમેનની પત્‍ની ભાવુક

શરદ પવાર અને અજીત વાડેકરના સ્‍ટેન્‍ડનું પણ ઉદ્‌ઘાટન

મુંબઈઃ વાનખેડે સ્‍ટેડિયમમાં મહારાષ્‍ટ્રના મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસ દ્વારા ત્રણ નવાં સ્‍ટેન્‍ડ્‍સનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. બીસીસીઆઈ ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને ભારતના પહેલા વન-ડે કેપ્‍ટન અજિત વાડેકરનાં સ્‍ટેન્‍ડ્‍સ સાથે ભારતના વર્તમાન વન-ડે કેપ્‍ટન રોહિત શર્માના નામના સ્‍ટેન્‍ડના અનાવરણનો કાર્યક્રમ ગઈ કાલે મુંબઈ ક્રિકેટ અસોસિએશ દ્વારા યોજાયો.  દેવેન્‍દ્ર ફડણવીસે શરદ પવાર, દિવંગત અજિત વાડેકરની ફેમિલી અને રોહિત શર્માનાં મમ્‍મી-પપ્‍પા તથા પત્‍નીને સાથે રાખીને આ ત્રણેય નવાં સ્‍ટેન્‍ડ્‍સનું અનાવરણ કર્યું હતું. એમસીએના ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેની યાદમાં એકસીએ  ઓફિસ લાઉન્‍જનું નામ પણ બદલવામાં આવ્‍યું હતું. પત્‍ની રિતિકા સ્‍ટેજ પર ભાવુક થઈને રડી પડી હતી. રોહિતે આ કાર્યક્રમમાં કહ્યું, ‘આજે જે થઈ રહ્યું છે, મેં કયારેય કલ્‍પના પણ નહોતી કરી. તમે ઘણાં બધાં સીમાચિホો હાંસલ કરવાનો પ્રયાસ કરો છો, પરંતુ આ કંઈક ખાસ છે, કારણ કે વાનખેડે સ્‍ટેડિયમ અલગ છે અને અહીં ઘણી યાદો બની છે. રમતગમતના સ્‍ટાર અને વિશ્વના શ્રેષ્ઠ રાજકારણી વચ્‍ચે (સ્‍ટેડિયમમાં) મારું નામ હોવાની લાગણી વ્‍યક્‍ત કરવા મારી પાસે શબ્‍દો નથી. હું ખૂબ આભારી છું. હું હજી પણ રમી રહ્યો છું અને બે ફૉર્મેટમાંથી નિવળત્તિ લીધી છે. જ્‍યારે હું ૨૧ તારીખે (મુંબઈ ઇન્‍ડિયન્‍સ માટે આઈપીએલમાં) અહીં રમીશ અને મારા નામનું એક સ્‍ટેન્‍ડ પણ હશે ત્‍યારે એ ખાસ રહેશે. ભારત માટે અહીં રમવું પણ ખૂબ જ સ્‍પેશ્‍યલ રહેશે.(

(2:58 PM IST)