<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે આતંકવાદીની ધરપકડ

નવી દિલ્‍હીઃ તા.૧૭, રાષ્ટ્રીય તપાસ એજન્‍સી (NIA) એ મહારાષ્ટ્રના પુણેમાં IED ના નિર્માણ અને પરીક્ષણ સંબંધિત ૨૦૨૩ ના કેસમાં પ્રતિબંધિત ISIS આતંકવાદી સંગઠનના સ્‍લીપર મોડ્‍યુલના બે ફરાર સભ્‍યોની ધરપકડ કરી છે.

તપાસ એજન્‍સીએ શનિવારે જણાવ્‍યું હતું કે, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૨ પરથી ઇમિગ્રેશન બ્‍યુરો દ્વારા બે વ્‍યક્‍તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની ઓળખ અબ્‍દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્‍હા ખાન તરીકે થઈ છે. તેઓ ઇન્‍ડોનેશિયાના જકાર્તાથી ભારત પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

બંને આરોપીઓ છેલ્લા બે વર્ષથી ફરાર હતા. બંનેને કસ્‍ટડીમાં લીધા બાદ, ફત્‍ખ્‍ ટીમે તેમની ધરપકડ કરી. ફત્‍ખ્‍ ની ખાસ કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. NIA એ બંને આરોપીઓ વિશે માહિતી આપનાર માટે ૩-૩ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

બંને સામે ગુનાહિત કાવતરું દ્યડવાનો કેસ નોંધવામાં આવ્‍યો છે. તેની સાથે, પુણે સ્‍લીપર મોડ્‍યુલના આઠ અન્‍ય સભ્‍યોની ધરપકડ કરવામાં આવી છે.

NIAએ જણાવ્‍યું હતું કે આ બે વ્‍યક્‍તિઓ અને પહેલાથી જ ધરપકડ કરાયેલા અન્‍ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ લોકો પુણેના કોંધવામાં અબ્‍દુલ્લા ફયાઝ શેખ દ્વારા ભાડે લેવામાં આવેલા દ્યરમાંથી IED એકત્ર કરવામાં રોકાયેલા હતા.

અબ્‍દુલ્લા ફયાઝ શેખ અને તલ્‍હા ખાન ઉપરાંત, આ કેસમાં પકડાયેલા અન્‍ય લોકોની ઓળખ મોહમ્‍મદ ઈમરાન ખાન, મોહમ્‍મદ યુનુસ સાકી, અબ્‍દુલ કાદિર પઠાણ, સિમાબ નસીરુદ્દીન કાઝી, ઝુલ્‍ફીકાર અલી બરોદાવાલા, શામિલ નાચન, અકીફ નાચન અને શાહનવાઝ આલમ તરીકે કરવામાં આવી છે.(૩૬-૧ર)

(3:28 PM IST)