કોંગ્રેસે નામ સૂચવ્યું ન હતું છતાં મોદી સરકારે શશિ થરૂરને પસંદ કર્યાઃ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પર વિવાદ કેમ થયો?
જયરામ રમેશના મતે સરકારે કોંગ્રેસ પાસેથી ચાર નામ માંગ્યા હતા પરંતુ જાહેર કરાયેલી યાદીમાં થરૂરની પસંદગી કરવામાં આવી હતી

નવી દિલ્હી,તા.૧૭: કેન્દ્ર સરકારે વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા અને પાકિસ્તાનને ઉજાગર કરવા માટે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરી છે. આ યાદીમાં શશિ થરૂર અને રવિશંકર પ્રસાદ સહિત ૭ સાંસદોના નામ સામેલ છે. પરંતુ નવાઈની વાત એ છે કે કોંગ્રેસે પોતાના તરફથી શશિ થરૂરનું નામ પણ પ્રસ્તાવિત કર્યું ન હતું.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા સાઇટ હ્ પર પોસ્ટ કર્યું કે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી હતી અને તેમને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માટે પાર્ટીના ૪ સાંસદોના નામ આપવા કહ્યું હતું, જેઓ વિદેશ જઈને આતંકવાદ પર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી શકે છે.
શશિ થરૂરનું નામ
જાણીને આヘર્ય થયું
જયરામ રમેશે આગળ લખ્યું કે પાર્ટીએ આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસૈન અને રાજા વાડિંગના નામ સૂચવ્યા છે. જોકે, જ્યારે કિરેન રિજિજુએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની યાદી જાહેર કરી, ત્યારે તેમાં આમાંથી કોઈ નામ નહોતું.
સરકારે જાહેર કરેલી યાદીમાં કોંગ્રેસ તરફથી શશિ થરૂરની પસંદગી કરવામાં આવી હતી. આ પછી, રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે કોંગ્રેસે પ્રતિનિધિમંડળ માટે શશિ થરૂરનું નામ કેમ ન સૂચવ્યું. ઉપરાંત, કોંગ્રેસે કોઈ નામ ન આપ્યું હોવા છતાં સરકારે શશિ થરૂરને કેમ પસંદ કર્યા? કોંગ્રેસે શશિ થરૂરના નામ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર ઉપરાંત ભાજપ નેતા રવિશંકર પ્રસાદ, જેડીયુ નેતા સંજય કુમાર ઝા, ભાજપ નેતા બૈજયંત પાંડા, ડીએમકે નેતા કનિમોઝી કરુણાનિધિ, એનસીપી (શરદ પવાર) નેતા સુ-યિા સુલે અને શિવસેના નેતા શ્રીકાંત એકનાથ શિંદેના નામનો સમાવેશ થાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
