હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરને વિકાસની ભેટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ₹૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કોલવડા ખાતે કાર્યક્રમ યોજાયો : ગાંધીનગર શહેર અને જિલ્લામાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે ₹૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોલવડા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ₹૩૫૨.૭૬ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ₹૪૫.૭૦ કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ₹૧૦૭.૮૫ કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બાસણ, પાલજ અને પોર ખાતે આર.સી.સી. અને સી.સી. રોડ, વાવોલ તથા પેથાપુર ખાતે પી.એચ.સી. સેન્ટર, અંબાપુર, વાવોલ અને કોલવડા ખાતે તળાવ, કોટેશ્વર, જુના કોબા અને નવા કોબા ખાતે ગાર્ડન, ચ-૦ થી ઘ-૦ અને અન્ય સ્થળોએ લેન્ડસ્કેપીંગ, સેક્ટર-૧૩, ૨૪, ૨૯, ઇન્દ્રોડા અને બાસણ ખાતે સ્કૂલો, બોરીજ, અંબાપુર, વાવોલ, રાંદેસણ, કોલવડા, સરગાસણ અને ટી.પી. વિસ્તારમાં પાણી અને ગટર લાઈન, ભાટ ખાતે એસ.ટી.પી., સરગાસણ ખાતે ફાયર સ્ટેશન, ચ-રોડ પર અન્ડરપાસ, સરગાસણ કેનાલની બંને બાજુએ રોડ, સ્ટ્રીટલાઈટ અને સોલાર પેનલ, એમ્બ્યુલન્સ, સ્પોર્ટસ કીટ, સેન્ટ્રલ લેબોરેટરી અને સ્ટોર બિલ્ડીંગ જેવી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેવી જ રીતે, ખોરજ, જુના અને નવા કોબા, સરગાસણ, કોલવડા, વાવોલ, પેથાપુર અને રાંધેજા ખાતે આર.સી.સી. અને સી.સી. રોડ, સેક્ટર-૭, ૨૧, ૨૨, ૨૩, ધોળાકુવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે પી.એચ.સી. સેન્ટર, સેક્ટર-૪ ખાતે તળાવ, કોલવડા, નભોઈ, પેથાપુર, વાવોલ અને સરગાસણ ખાતે પાણી અને ગટર લાઈન, ઝુંડાલ, ભાટ, કોટેશ્વર, અમિયાપુર, સુઘડ અને સેક્ટર-૧ થી ૩૦ વિસ્તાર તથા ટી.પી. ૨૩૮, ૨૩૯ અને ૮૦ ખાતે વરસાદી પાણીની લાઈન, કોલવડા, રાયસણ અને નભોઈ ખાતે એસ.ટી.પી., કુડાસણ અને ક-૭ ખાતે નવીન ઝોનલ ઓફિસ, ઇ.એસ.આર.યુ. બિલ્ડીંગ, આંગણવાડીઓનું રીનોવેશન, જાહેર શૌચાલયો, કુડાસણ, અમિયાપુર અને પોર ખાતે ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ, ઇન્દ્રોડા ખાતે ગુજરાત દર્શન પાર્ક, પોર, અમિયાપુર, બાસણ ખાતે ટ્યુબવેલ અને રીચાર્જવેલ, ટી.પી. ૦૯ ખાતે ઈ-બસ ડેપો, ચીપ ટાઈપ શોપિંગ, બોક્ષ ક્રિકેટ, પાલજ ખાતે કોતરનું રી-મોડેલિંગ અને સેક્ટર-૧ થી ૩૦ માં કમ્પાઉન્ડ વોલ સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૬ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સરઢવ, પીપળજ, ઉવારસદ, શેરથા, પુન્દ્રાસણ, શાહપુર, લેકાવાડા અને આલમપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડ્રેનેજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભારતીય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓનો પાંચ લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે લાભ આપવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
