News of Sunday, 18th May 2025
અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ધરા ધણધણીઃ ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ
લોકોમાં ગભરાટનો માહોલઃ ઘરોમાંથી બહાર નીકળી આવ્યાઃ કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાન નથી

નવી દિલ્હીઃ આજે સવારે 5:06 વાગ્યે, અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. જોકે, કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે આજે સવારે અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી, કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનના સમાચાર નથી. ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
